LAC નજીક ઉડતા ફાઇટર જેટ અંગે ચીનને ભારતની ચેતવણી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

તાજેતરમાં LAC નજીક ચીની ફાઇટર પ્લેન ઉડતા જોવા મળ્યા હતા. આ વિમાનો ભારતીય સરહદની ખૂબ નજીક હતા. હવે ભારત તરફથી આ અંગે સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતે સ્પષ્ટપણે ચીનને તેના વિમાનોને લદ્દાખ સરહદથી દૂર રાખવા કહ્યું છે.
2 ઓગસ્ટના રોજ ભારત અને ચીન વચ્ચે ફરીથી સૈન્ય સ્તરની વાતચીત થઈ હતી. આ વાતચીતમાં ભારતીય સેના દ્વારા સરહદ પર ચીની વિમાનોની હરકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતે ચીનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી લદ્દાખ બોર્ડર પાસે ચીનના ફાઈટર પ્લેન સતત ઉડાન ભરી રહ્યા છે, આવી ઉશ્કેરણીજનક હરકતો તાત્કાલિક બંધ કરવી જોઈએ.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી LAC પાસે ચીનના વિમાન સતત ઉડતા જોવા મળી રહ્યા છે. આ માટે ભારત તરફથી પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. સેનાના અધિકારીઓ સરહદની નજીક ફરતા આ ચીની લડાયક વિમાનો પર સતત નજર રાખી રહ્યા છે.. હવે ચીન સામે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
હાલમાં ચીન તાઇવાન મુદ્દે અનેક દેશ સાથે તણાવમાં છે. તાઈવાનના મુદ્દે ચીન અને અમેરિકા એકબીજાની સામે છે. તે જ સમયે, તાઇવાન નજીક ચીની સેના દ્વારા એક મોટી કવાયત કરવામાં આવી રહી છે. ચીનના ફાઈટર પ્લેન તાઈવાન બોર્ડર પર ગર્જના કરી રહ્યા છે અને ખતરનાક મિસાઈલનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.