India vs West Indies 2nd T20I: ભારતને હરાવી વેસ્ટ ઇન્ડિઝે સિરીઝમાં 1-1ની બરાબરી કરી

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

વેસ્ટ ઇન્ડિઝના સેન્ટ કિટ્સ ખાતે રમાયેલી બીજી T20I મેચમાં વેસ્ટ ઇન્ડિઝે પાંચ વિકેટે જીત મેળવી હતી અને સિરિઝમાં 1-1ની બરાબરી કરી હતી. વેસ્ટ ઇન્ડિઝે ટૉસ જીતી પ્રથમ બોલીંગ લેવાનું નક્કી કર્યું હતું. ભારતે વેસ્ટ ઇન્ડિઝને 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝે 19.2 ઓવરમાં પાંચ વિકેટના ભોગે આ ટાર્ગેટ પાર કરી દીધો હતો.
ભારતે પ્રથમ બેટિંગ કરતા માંડ 139 રનનો સ્કોર જ નોંધાવ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ 31 રન હાર્દિક પંડ્યાએ કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 27 રન કર્યા હતા. ભારતના કોઇ પણ બેટ્સમેન લાંબી ઇનિંગ રમી શક્યા નહોતા. મેચમાં પહેલા જ બોલે રોહિત શર્મા આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ પણ છ બોલમાં 11 રન કરીને આઉટ થયો હતો. અલ્ઝારી જોસેફે શ્રેયસ ઐયરને આઉટ કરી ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો જ બોલાવી દીધો. ઋષભ પંતે સારી શરૂઆત કરી પણ તે પણ 12 બોલમાં 24 રન કરી આઉટ થઇ ગયો હતો. દિનેશ કાર્તિક 7 રન કરી પેવેનિયન ભેગો થયો હતો તો અશ્વિન માત્ર 10 રન કરી શક્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના ઓબેડ મેકોયે 6 વિકેટ લઇ તરખાટ મચાવી દીધો હતો.જેસન હોલ્ડરે બે વિકેટ લીધી હતી.અલ્ઝારી જોસેફ અને અકીલ હોસેને એક-એક વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝના ઓબેડ મેકોયે 6 વિકેટ લઇ તરખાટ મચાવી દીધો હતો.
વેસ્ટ ઇન્ડિઝના બ્રેન્ડન કિંગે સૌથી વધુ 68 રન કર્યા હતા. ડેવોન થોમસે 31 રન કર્યા હતા. ભારતના રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, હાર્દિક પંડ્યા અને આવેશખાને 1-1 વિકેટ લીધી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.