એશિયાકપમાં આજે પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે લીગની છેલ્લી મેચ રમાવા જઈ રહી છે ત્યારે પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી સ્થિતિ છે. આજે એટલે કે શુક્રવારે જે ટીમ જીતશે એ રવિવારે ભારત સાથે ટકરાશે. રેકોર્ડ અને ટીમનું ફોર્મ જોતા આજની મેચ પાકિસ્તાન જીતે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આવું થાય તો ચોથી સપ્ટેમ્બરના દિવસે ફરી એક વાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ વોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે.

મહત્ત્વની વાત એ છે કે એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાનની ફાઈનલ મેચ રમાઈ નથી. જોકે આ વખતે આ બંને ટીમો ફાઈનલમાં ફરીથી આમને સામને આવે એવી સંભાવના ક્રિકેટ એક્સપર્ટે વ્યક્ત કરી છે. ભારત અત્યાર સુધી સાત વખત એશિયા કપ ચેમ્પિયન બન્યું છે ત્યારે પાકિસ્તાને ત્રણ વખત આ કપ જીત્યો છે.

28 ઓગસ્ટના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે સારું પ્રદર્શન કર્યું હતું.

Google search engine