આ વર્ષે સૌથી વધુ રન બનાવવામાં શ્રેયસ અય્યર મોખરે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ છ વિકેટે 278 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ વચ્ચેની ચટગાંવના જહૂર ચૌધરી સ્ટેડિયમમાં રમવામાં આવેલી પહેલી ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ નોંધપાત્ર બેટિંગ કરી હતી. એક વખતે 48 રનમાં ત્રણ વિકેટ હતી અને 112 રને ચાર વિકેટ પડી હતી. પાંચ વાગ્યે મેચ પૂરી થઈ ત્યારે છ વિકેટે 278 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 82 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો, જ્યારે અક્ષર પટેલે મેચ પૂરી થનારી છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો.
ટવેન્ટી-ટવેન્ટી ઈન્ટરનેશનલમાં નંબર વન બેટસમેન સૂર્યકુમાર યાદવને પણ પાછળ ધકેલી દીધો છે. સૂર્યા કુમાર યાદવે 1,424 રન બનાવ્યા છે, જેમાં ટવેન્ટી-20ના 1164 અને વનડેમાં 260 રનનો રેકોર્ડ છે, જ્યારે શ્રેયસ અય્યર ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. 82 રન મારતા અય્યરે આ વર્ષે 1571 રન બનાવ્યા છે, જેમાં 384 ટેસ્ટ, 724 વનડે અને 463 રન ટવેન્ટી-ટવેન્ટીના છે.
ટોસ હારીને બેટિંગમાં આવનારી ભારતીય ટીમે 14મી ઓવરમાં 41 રનમાં પહેલી વિકેટ શુભમન ગિલની ગુમાવી હતી. શુભમન ગિલે 40 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો, ત્યાર બાદ કેએલ રાહુલ પણ 22 રન બનાવીને પેવેલિયનમાં આઉટ થયો હતો. 90 ઓવરમાં ભારતે 3.09 રનની રનરેટથી 278 રન બનાન્યા હતા. ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરી હતી, જેમાં 2022માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો છે.
India Vs Bangladesh: પહેલી ટેસ્ટમાં ભારતે છ વિકેટે બનાવ્યા 278 રન
RELATED ARTICLES