બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી વન ડે સિરીઝની ત્રીજી મેચમાં ભારતે 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 409 રન બનાવ્યા હતાં. બાંગ્લાદેશને ભારતે 410 રનનું લક્ષ્ય આપ્યું છે.
મેચમાં યુવા ક્રિકેટર ઈશાન કિશને ઈતિહાસ રચ્યો છે. તેણે ડબલ સેન્ચુરી મારીને બાંગ્લાદેશી બોલર્સને હંફાવી નાંખ્યા હતાં. આ સાથે ઈશાન કિશન વનડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી મારનારો ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
ઈશાને 126 બોલમાં બે સેન્ચુરી મારી છે, જેમાં 23 ફોર અને નવ સિક્સ ફટકારી હતી. ઈશાને 160ની સ્ટ્રાઈક રેટખી 131 બોલમાં 210 રન બનાવ્યા હતાં, જેમાં 24 ફોર અને 10 સિક્સનો સમાવેશ થાય છે.
વિરાટ કોહલીએ પણ 91 બોલમાં 113 રન બનાવીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 72 સેન્ચુરી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મળતી માહિતી અનુસાર વિરાટ ઓસ્ટ્રેલિયન ખેલાડી રિકી પોન્ટિંગને પાછળ છોડીને તે બીજા સ્થાને પહોંચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાથી કેપ્ટન્સીની કમાન કે. એલ. રાહુલના હાથમાં સોંપવામાં આવી હતી, જેને કારણે ઈશાન કિશનને પ્લેઈંગ 11માં સ્થાન પ્રાપ્ત થયું હતું.