Homeટોપ ન્યૂઝInd Vs NZ: ગિલ અને રોહિત શર્માની આક્રમક સદી, શુભમન ગિલની ચોથી...

Ind Vs NZ: ગિલ અને રોહિત શર્માની આક્રમક સદી, શુભમન ગિલની ચોથી સદી

ઈન્દોરઃ અહીંના હોલ્કર સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આખરી વનડે મેચમાં ટોસ જીતીને સૌથી પહેલા બોલિંગ લેવાનો ન્યૂઝીલેન્ડે નિર્ણય લીધો હતો. ઓપનિંગમાં ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે આક્રમક બેટિંગ કરી હતી, જેમાં બંનેએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. કેપ્ટન રોહિત શર્માની આ 30મી સેન્ચુરી હતી જેને રિકી પોન્ટિંગને પાછળ મૂકી દીધો હતો. 16 મહિના પછી શર્માએ સેન્ચુરી ફટકારી હતી.


છેલ્લી છ વનડે મેચમાં શુભમન ગિલે ચોથી સેન્ચુરી ફટકારી છે, જેમાં સોશિયલ મીડિયા પર ગિલના લોકોએ જોરદાર વખાણ કર્યા હતા. અગાઉ ગિલ દુનિયાનો સૌથી યુવા વયના બેટ્સમેન તરીકે 19 ઈનિંગ્સમાં 1,000થી વધુ રન ફટકાર્યા હતા, જેમાં તેને પાકિસ્તાનના ઈઝમામ ઉલ હકના સ્કોરની બરોબરી કરી હતી. હવે ફરહાન ઝમાન ફક્ત 18 મેચમાં 1,000થી વધુ રન કર્યા છે, જે એક માત્ર ગિલનો હરીફ રહ્યો છે.


શરુઆત ધીમી કર્યા પછી બીજા અને ત્રીજા સ્પેલમાં બંનેએ આક્રમક બેટિંગ કરી હતી, જેમાં રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારીની તબક્કાઆવર બંનેએ વિકેટ આપી દીધી હતી. રોહિત શર્માએ 85 બોલમાં નવ ચોગ્ગા અને છ છગ્ગાની સાથે 101 રન માર્યા હતા, જ્યારે 78 બોલમાં 112 ગિલે કર્યા હતા. રોહિત શર્માની તુલનામાં ગિલે આક્રમક બેટિંગ કરી હતી, જેમાં પાંચ સિક્સર અને 13 ચોગ્ગા માર્યા હતા. ભારતની પહેલી બે વિકેટ 212 અને 230 રનના સ્કોરે પડી હતી, જેમાં રોહિતને મિચેલ બ્રેસવેલે બોલ્ડ કર્યો હતો, જ્યારે શુભમન ગિલને બ્લેર ટિકનેરે ડેવોન કોનવેના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડ વતીથી જેકોબ ડફફે અને ડેરલ મિચેલને ચાર-ચાર ઓવરમાં 42 અને 41 રન આપી ઝુડી નાખ્યા હતા. રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર પાર્ટનરશિપને કારણે ટીમ ઈન્ડિયા 240થી વધુ રન 29 ઓવરમાં માર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular