ભારત વિરુદ્ધ દ. આફ્રિકા 4થી T20I: રિષભ પંતની આગેવાની હેઠળ ભારત T20I શ્રેણીને જીવંત રાખવા માટે સતત બીજી મેચ જીતવાનું લક્ષ્ય રાખે છે

સ્પોર્ટસ

ભારત આજે ચોથી T20Iમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેન ઇન બ્લુએ ત્રીજી મેચ 48 રનથી જીતી લીધી હતી.આ મેચ જીત્યા બાદ ભારતીય ટીમનો આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
ભારતીય ટીમે સ્ટાર વિકેટકીપર-બેટર રિષભ પંતની આગેવાની હેઠળ ભારતે શરૂઆતની બે મેચ હારી હતી પરંતુ ત્રીજી મેચમાં બાઉન્સ બેક કરીને શ્રેણીને જીવંત રાખી હતી. હવે શુક્રવાર (17 જૂન)ની મેચમાં ભારત તેના મજબૂત પ્રદર્શનને આગળ વધારવાની આશા રાખે છે.
પાંચ મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ બે મેચ જીતી લીધી હોવાથી ભારત માટે ભૂલનો કોઈ માર્જીન નથી. તેમણે આ મેચ જીતવી જરૂરી જ છે. દ. આફ્રિકા સામેની આજની ચોથી T20I રાજકોટ ખાતે રમાવાની છે. રાજકોટની વિકેટ બેટિંગ માટે સારી છે અને અહીં રમાયેલી ત્રણમાંથી બે મેચ ભારતે જીતી છે.
બેટિંગમાં રુતુરાજ ગાયકવાડનું ફોર્મમાં પરત આવવું એ ભારતીય ટીમ માટે સારા સમાચાર છે, પરંતુ આજની મહત્વપૂર્ણ મેચમાં સુકાની રિષભ પંત સારો દેખાવ કરે એવી બધાની આશા છે.
બીજી તરફ, સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી. કોકની ટીમમાં વાપસીથી દ. આફ્રિકાની ટીમ વધુ મજબૂત બની છે. ડાબોડી ઓપનર ઈજાના કારણે છેલ્લી બે મેચમાં રમી શક્યો ન હતો. ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દ. આફ્રિકાની ટીમે પ્રથમ T20Iમાં 212 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો દ. આફ્રિકા છેલ્લી મેચમાં માત્ર 131 રનમાં જ આઉટ થઈ ગયું હતું. તેઓ આ નિરાશાજનક હારને ભૂલીને T20I શ્રેણી પર કબજો કરવા માટે ભારત સામે ચોથી ગેમ જીતવા આતુર હશે.
દક્ષિણ આફ્રિકા સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, ઋષભ પંત (C અને wk), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક/અર્શદીપ સિંહ.
ભારત સામે સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
ક્વિન્ટન ડી કોક (wk), ટેમ્બા બાવુમા (C), ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે, તબરાઈઝ શમ્સી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.