શ્રીલંકાની મદદ કરતાં રહ્યા છીએ અને આગળ પણ કરીશુંઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક અને રાજકીય કટોકટી પર કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રવિવારે સવારે જણાવ્યું હતું કે ભારત સરકાર હંમેશા શ્રીલંકાનું સમર્થન કરે છે અને અને તેને બનતી મદદ કરવાની કોશિશ કરી રહી છે. કોઈ પણ શરણાર્થી સંકટ નથી. શ્રીલંકન સરકાર પોતાની સમસ્યાઓનું સમાધાન કરવાની કોશિશ કરી રહી છે તેથી આપણે રાહ જોવી પડશે કે તેઓ નજીકના ભવિષ્યમાં શું કરે છે. ભારત હંમેશા શ્રીલંકાની મદદ કરવા તત્પર છે.

તેમણે આ નિવેદન કેરળના તિરુવનંતપુરમમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આપ્યું હતું. કેરળ આવવાના કારણ વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, અહીં આવવાના ઘણા કારણો હતાં. પોતાની પાર્ટીના સહયોગીઓ સાથે સમય વિતાવવા માગતો હતો અને તેઓ કેવી રીતે કામ કરી રહ્યા છે અને શું થઈ રહ્યું છે તે સમજવા માગતો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.