લદ્દાખમાં G-20 શિખર સમ્મેલન આયોજિત થશે, જાણો શા માટે ચીન-પાકિસ્તાનના પેટમાં રેડાયુ તેલ?

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આ વખતે G-20 શિખર સમ્મેલનને લદ્દાખમાં આયોજિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્રસ્તાવને વડાપ્રધાન મોદીનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. બીજી બાજુ આ પ્રસ્તાવથી પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. ભારત સરકારે આ વખતે G20 સમ્મેલનને લદ્દાખમાં આયોજિત કરવાનુ મન બનાવી લીધુ છે. સૂત્રો અનુસાર સરકારે તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. મોદી સરકારના આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે આશરે મે 2020થી સતત ચીન અને ભારત લદ્દાખ સીમા વિવાદને લઇને સામસામે છે. એવામાં ભારત સરકારનો આ નિર્ણય ચીનને જરાય પસંદ પડ્યો નથી. ચીને ભારત સરકારના આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે અગાઉ પણ ભારત સરકાર G20 સમ્મેલનને જમ્મુ-કાશ્મીરમાં આયોજિત કરવાના પ્રસ્તાવની ખબર સામે આવ્યા બાદ ચીન અને પાકિસ્તાને તેનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાનને ખબર છે કે ભારત સમ્મેલનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે અને દુનિયાને જણાવશે કે કાશ્મીરના લોકો સંપૂર્ણ રીતે ભારતના લોકતંત્ર અને બંધારણમાં વિશ્વાસ રાખે છે. ચીન G20 નો મહત્વપૂર્ણ હિસ્સો છે. એટલે વિરોધ છતા ચીન G20 બેઠકનો બહિષ્કાર કરી શકે એમ નથી. એવામાં ચીનના રાષ્ટ્રપતિ માટે લદ્દાખ કે જમ્મૂ-કાશ્મીર પહોંચવુ મજબૂરી છે. જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ અને લદ્દાખને અલગ યૂનિયન ટેરિટરી બનાવવામાં આવ્યા બાદ આ પહેલુ મોટું સમ્મેલન હશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.