Homeદેશ વિદેશભારત ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બની જશે: અમિત શાહ

ભારત ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બની જશે: અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચેન્નઈમાં જણાવ્યું હતું કે ભારત ૨૦૨૫ સુધીમાં ચોક્કસપણે પાંચ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બની જશે,
તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષમાં દેશે વિકાસ અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ઝડપથી કામ કર્યું છે. તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારત ૨૦૨૭ સુધીમાં વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ માટે આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ગૃહ પ્રધાને એમ પણ કહ્યું કે મોદી સરકારની અસરકારક અને પારદર્શક નીતિઓને કારણે છેેલ્લાં આઠ વર્ષમાં દેશે વિવિધ ક્ષેત્રોમાં ઘણું હાંસલ
કર્યું છે.
શાહે જણાવ્યું હતું કે રાજકીય સ્થિરતા અને ભ્રષ્ટાચારમુક્ત શાસનને કારણે ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે.
આઇએમએફએ ભારતની અર્થવ્યવસ્થાના વખાણ કર્યા છે અને એવી આગાહી કરી છે કે ભારત ૨૦૨૨-૨૩માં ૬.૮% જીડીપી સાથે જી-૨૦માં બીજા ક્રમે અને ૨૦૨૩-૨૪માં ૬.૧% જીડીપી સાથે પ્રથમ ક્રમે આવશે.
(એજન્સી)

RELATED ARTICLES

Most Popular