પુણેઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટવેન્ટી-20 મેચમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી, જેમાં શ્રીલંકાએ છ વિકેટે 206 રન બનાવ્યા હતા, પરંતુ ભારત આ પડકારજનક સ્કોરને અચીવ કરવા નિષ્ફળ રહ્યું હતું. જોકે અક્ષર પટેલ અને શિવમ માવીએ શાનદાર બેટિંગ કરતાં ભારતને જીતના મોડ પર લાવી દીધા હતા. ભારત વતીથી સૌથી વધારે રન અક્ષર પટેલે નોંધાવ્યા હતા. અક્ષર પટેલે ૩૦ બોલમાં ૬૫ રન બનાવીને આઉટ થવાથી ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યુ હતું. અક્ષર પટેલની વિકેટ ગયા પછી શ્રીલંકાએ ભારત સામે ૧૬ રનથી વિજય મેળવ્યો હતો. શ્રીલંકાના વિજયથી ભારત સામેની સિરીઝ એક એકથી સરભર થઈ છે. ભારતીય ટીમના બેટ્સમેન જાણે ઘૂંટણિયે પડ્યા હોય તેમ 34 રને ચાર વિકેટ ગુમાવી હતી. ભારતવતીથી ચોથી વિકેટ હાર્દિક પંડ્યાની પડી હતી, જેમાં શ્રીલંકન બોલર કરુણારત્નેએ પંડ્યાની વિકેટ ઝડપી હતી, તેથી આખી મેચ એકતરફી જણાઈ હતી. એક તબક્કે ભારતે 21 રને ત્રણ વિકેટ ગુમાવી હતી, જેમાં રાહુલ ત્રિપાઠી પાંચ બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગીલ ત્રણ બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે સૌથી પહેલી વિકેટ ઈશાન કિશનની પડી હતી. 12 રને ભારતની પહેલી વિકેટ સૌથી સસ્તામાં પડી હતી, જેમાં કસૂન રંજિતાએ તેને ક્લિન બોલ્ડ કર્યો હતો.
પુણેના એસીએ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી મેચમાં શરુઆતથી શ્રીલંકાના બેટ્સમેને આક્રમક બેટિંગ કરી હતી. કેપ્ટન શનાકાએ આક્રમક બેટિંગ કરતા ટીમને 206 રનના સન્માનીય સ્કોર નોંધાવ્યો હતો. મેંડિસ અને દસૂન શનાકાએ અડધી સદી ફટકારી હતી. સુકાની દસૂન શનાકાએ 20 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.
Ind Vs SL 2nd 20-20: ભારત સામે શ્રીલંકા ૧૬ રને વિજયી
RELATED ARTICLES