Homeટોપ ન્યૂઝમુંબઇના પ્રભાત કોલીએ રચ્યો ઇતિહાસ, ocean seven સર કરનાર સૌથી નાની વયના...

મુંબઇના પ્રભાત કોલીએ રચ્યો ઇતિહાસ, ocean seven સર કરનાર સૌથી નાની વયના તરવૈયા…

દેશના સૌથી સફળ અને સમુદ્રમાં લાંબે સુધી તરી શકનાર તરવૈયા પ્રભાત કોલી (23) એ ocean seven ચેલેન્જને પૂરું કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સ્તરને પાર કરનાર પ્રભાત દુનિયાના સૌથી નાની ઉંમરના પહેલાં સ્વિમર બન્યા છે. ખરાબ વાતાવરણ હોવા છતાં બુધવારે ન્યુઝીલેન્ડના કુક સ્ટ્રેટમાં માત્ર 8 કલાક 41 મિનિટમાં 28 કિલોમિટર સુધી સમુદ્રની લહેરો પાર કરી પ્રભાત કોલીએ ભારતનું નામ વિશ્વ ફલક પર નોંધાવ્યું છે. ઓશન્સ સેવનને એક નિર્ણાયક ઓપન-વોટર સ્વિમિંગ ચેલેન્જ તરીકે ઓળખવામાં આવે છે. જૂજ તરવૈયાઓ ocean seven ચેલેન્જ પૂરું કરી શક્યા છે. ત્યારે વર્લ્ડ ઓપન વોટર સ્વિમિંગ એસોસિએશન અને મેરોથોન સ્વિમર્સ ફેડરેશન દ્વારા પ્રભાતને આ પડકાર પાર કરનાકર વિશ્વના સૌથી નાની વયના તરવૈયા તરીકે માન્યતા આપી છે. એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ મુંબઇના પ્રભાત કોલી (23) ocean seven ચેલેન્જ પૂરું કરવાની દુર્લભ ઉપલબ્ધી હાંસલ કરનાર દુનિયાના સૌથી નાની ઉંમરના સ્વિમર બન્યા બાદ બહુ ખૂશ છે. ઓશન્સ સેવનમાં ઇંગ્લીશ ચેનલ (ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની વચ્ચે) , નોર્થ ચેલન (આયરલેન્ડ અને સ્કોટલેન્ડની વચ્ચે), સ્ટ્રૈટ્સ ઓફ જીબ્રાલ્ટર (સ્પેન અને મોરક્કોની વચ્ચે), કૈટાલિના ચેનલ (સાંતા કૈટાલિના દ્વીપ અને કેલીફોર્નિયાની વચ્ચે), મોલોકાઇ ચેનલ ( મોલોકાઇ અને ઓહુની વચ્ચે), ત્સુગારુ સ્ટ્રેટ્સ (હોન્શી અને હોક્કાઇડો, જાપાનની વચ્ચે) અને કુક સ્ટ્રેટ (ન્યુઝીલેન્ડના ઉત્તર અને દક્ષિણ દ્વિપોની વચ્ચે) આવેલ છે.

તેનજિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર પુરસ્કાર (દેશનો સૌથી મોટો પરાક્રમ પુરસ્કાર) જીતી ચુકેલા પ્રભાત કોલીએ કહ્યું કે,’ ocean sevenના અંતિમ પડકારને પાર કરવું એ મારી 15 વર્ષની સ્વિમર તરીકેની કારકીર્દીમાં સૌથી શાનદાર પળ છે.’ આ મારું સપનું હતું. વિશ્વના મોટાગજાના તરવૈયાઓ વચ્ચે આ રેકોર્ડ બનાવી હું ખૂબ જ ખૂશ છું. મારી ભાવનાઓને હું શબ્દોમાં કહી શકું એમ નથી.’ એમના પિતા રાજુ કોલીએ જણાવ્યું કે, ‘આવા પડકારને પાર કરવા વર્ષોની મહેનત જરુરી છે. અને આખરે પ્રભાતનો પ્રયાસ સફળ રહ્યો. ઘણાં વર્ષો સુધી મહેનત કર્યા બાદ તે આ અંતિમ પડાવ સુધી પહોંચી શક્યો છે. હવે અમને રાહત થઇ છે.’ પ્રભાતે વધુમાં જણાવ્યું કે, ‘જોરદાર હવા અને ઉછળતી લહેરો સાથે બદલાતા હવામાનને કારણે તરવાનો છેલ્લો પડાવ જરા મૂશ્કેલી ભર્યો રહ્યો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular