Homeટોપ ન્યૂઝયુએનમાં ફરી પીટાયું પાકિસ્તાન

યુએનમાં ફરી પીટાયું પાકિસ્તાન

આતંકવાદ મુદ્દે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ભારતે પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાવ્યું છે. ભારતે કહ્યું છે કે આતંકવાદના સંબંધમાં પાકિસ્તાનનો ઐતિહાસિક રેકોર્ડ છે. ભારતે અગાઉ પણ ઘણી વખત પાકિસ્તાનને ઠપકો આપ્યો છે.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) માટે 23 ફેબ્રુઆરીનો દિવસ ઐતિહાસિક દિવસ હતો. અહીં ફરી એકવાર ભારત તરફથી પાકિસ્તાનને તેની વાસ્તવિકતાથી વાકેફ કરવામાં આવ્યું હતું. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન આજે પણ આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. ભારતીય કાઉન્સેલર પ્રતીક માથુરે કહ્યું હતું કે, પાકિસ્તાન એવો દેશ છે જેણે હંમેશા આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપ્યો છે. માથુરની આ ટિપ્પણી વિદેશ મંત્રી એસ જયશંકરના આતંકવાદ પરના નિવેદન બાદ આવી છે. જયશંકરે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મૂળભૂત મતભેદને અવગણી શકાય નહીં. તેમણે કહ્યું કે જે દેશનો મૂળ ઉદ્યોગ આતંકવાદ છે તે ક્યારેય સમૃદ્ધ થઈ શકે નહીં.
પ્રતીક માથુરે પાકિસ્તાનની બિનજરૂરી ઉશ્કેરણીને ‘ખેદજનક’ ગણાવી હતી.

વર્ષ 2021-2022માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકિસ્તાન સાથે સંબંધો ધરાવતા આતંકવાદીઓને પ્રાથમિકતામાં રાખ્યા હતા. ભારતે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી, જૈશ-એ-મોહમ્મદના અબ્દુલ રઉફ અસગર, લશ્કરના સાજિદ મીર, શાહિદ મહમૂઝ અને તલ્હા સઈદને વર્ષ 2022માં 1267 હેઠળ આતંકવાદીઓની યાદીમાં સામેલ કરાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular