2020 અને 2021માં કોવિડે માત્ર ભારત નહીં પણ આખા વિશ્વમાં હાહાકાર મચાવી દિધો હતો. જ્યારે 2022 -23નું વર્ષ લોકો માટે રાહતનો શ્વાસ લઇ શકે તેવા સમાચાર લઇને આવ્યું હતું. કોવિડના કેસમાં ઘટાડો થતાં લોકો માસ્ક પહેરવાનું અને સોશીયલ ડિસ્ટન્સીં રાખવાનું જાણે ભૂલી ગયા છે. પણ રવિવારે મળતા આંકડાઓ મૂજબ દેશમાં કોવિડની સ્થિતિ મહદઅંશે ચિંતાસ્પદ લાગી રહી છે. કારણ કે માત્ર એક દિવસમાં દેશમાં કોવિડના 524 નવા કેસ નોંધાયા હતા. જોકે છેલ્લા 113 દિવસમાં કોવિડના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો નહતો. પણ હવે આ આંકડાએ આરોગ્ય વિભાગ તથા લોકોને ફકી એકવાર ચિંતામાં મૂકી દીધા છે.
એક વેબ પોર્ટલ પરથી પ્રાપ્ત માહિતી મુજબ 113વ દિવસના ગેપ બાદ ભારતમાં એક જ દિવસમાં કોવિડના 524 કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના રવિવારે મળતા આંકડા મુજબ દેશમાં હાલમાં કોવિડના 3,618 કેસ એક્ટિવ છે.
જ્યારે કેરળમાં નોંધાયેલા એક મૃત્યુ સાથે મૃત્યુ દર વધીને 5,30,781 થયો છે. નેશનલ કોવિડ – 19 રિકવરી રેટ 98.80 ટકા જેટલો છે.
અત્યાર સુધી કોવિડમાંથી 4,41,56,093 લોકો સાજા થયા છે. જ્યારે મૃત્યુ દર 1.19 ટકા જેટલો નોંધાયો છે.
આરોગ્ય વિભાગની વેબસાઇટ પરથી મળતા આંકડા મુજબ રાષ્ટ્રિય વેક્સીનેશન ડ્રાઇવ અંતર્ગત અત્યાર સુધી કોવિડ વેક્સીનના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.