ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
વીર સાવરકરનું ‘૧૮૫૭નો સ્વાતંત્ર્ય સમર’ પ્રકાશિત પુસ્તક ભારતમાં લાવવું એક સાહસપૂર્ણ ક્રાંતિ- કર્મ માનવામાં આવતું. તે દેશ ભક્ત ક્રાંતિકારીઓની ગીતા બની ગયું હતું.
ભારતના લશ્કરીકરણ અને વિદેશનીતિના આધારને મજબૂત બનાવવાનો આગ્રહ રાખતા હતા.
રાષ્ટ્રવાદની સાચી ઓળખ માટે ત્રણ મહત્ત્વપૂર્ણ કારણ આપ્યા ૧. ભૌગોલિક એકતા ૨. જાતીય ગુણ ૩. સંસ્કૃતિ.
ભારત-પાકિસ્તાનના ભાગલાનો વિરોધ કરી અખંડ ભારતનું સ્વપ્ન જોયેલું.
લળમફઇંફ પળણજ્ઞ ટજ્ઞઘ…
લળમફઇંફ પળણજ્ઞ ટ્ટ્રૂળઉં…
લળમફઇંફ પળણજ્ઞ ટક્ષ…
લળમફઇંફ પળણજ્ઞ ટણ્મ…
લળમફઇંફ પળણજ્ઞ ટઇૃં…
લળમફઇંફ પળણજ્ઞ ટળ્યઞ્ર…
લળમફઇંફ પળણજ્ઞ ટફિ…
લળમફઇંફ પળણજ્ઞ ટબમળફ…
લળમફઇંફ પળણજ્ઞ રુટબરુપબળવચ.
– અચબ રુરૂવળફિ મળઘક્ષજ્ઞ્રૂિ…
આજે આપણે સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરને તેમની પુણ્યતિથિએ યાદ કરી રહ્યા છીએ. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક એવું નામ જેમને બ્રિટિશ સરકાર દ્વારા સૌથી સખત કાળા પાણીની સજા, તે પણ એક વાર નહિ પણ બે વાર એટલે કે ૫૦ વર્ષ સુધી આપવામાં આવી હતી. સામાન્ય રીતે કોઈ વ્યક્તિના કાર્યને લઈને ઈતિહાસમાં આટલી લાંબી સજા કોઈ ક્રાંતિકારીને આપવામાં આવી નથી. સાવરકર મહાનચિંતક, સાહિત્યકાર, ઈતિહાસકાર અને સમાજ સુધારક હતા. સાવરકરે અખંડ ભારતનું સ્વપ્ન જોયું હતું. તેઓ અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવના સખત વિરોધમાં હતા. તેમના પુસ્તક ‘૧૮૫૭નો સ્વાતંત્ર્ય સમર’એ અંગ્રેજોને હચમચાવી નાખ્યા હતા.
અખંડ ભારતનો ઈતિહાસ ઘણો જૂનો છે. આર્યોના દેશમાં આક્રમણો થતા રહ્યા અને અખંડ ભારતની સીમાઓ કોણ નથી જાણતું. અફઘાનિસ્તાન, ભૂતાન, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, ઈરાન, બાંગ્લાદેશ, કંબોડિયા, મ્યાનમાર (બર્મા) અને ઈન્ડોનેશિયા એક સમયે ભારતનો ભાગ હતા. આજે ન તો જંબુદ્વીપ છે, ન તો આર્યાવર્ત. આજે માત્ર ભારત છે.
વીર સાવરકરના આદર્શ : ક્રાંતિકારી સાવરકર છત્રપતિ શિવાજીને પોતાના આદર્શ માનતા હતા. શિવાજીની જેમ તેમણે બુદ્ધિપૂર્વક અન્યાયી શાસકો સામે લડવામાં સમાન સજા અને ભેદભાવનો સમયસર ઉપયોગ કર્યો. સાવરકરજીની ક્રાંતિની વિચારધારા ખૂબ જ સંગઠિત, વ્યાપક અને આયોજનબદ્ધ હતી. આ ઉપરાંત સંભવત સાવરકરજીનું જીવન ભગવતગીતાના સારથી પ્રેરિત હોય તેવું લાગે છે.
વીર સાવરકરનું રાજનૈતિક દર્શન અને રાષ્ટ્રવાદ : સાવરકરના રાજનીતિક દર્શનમાં ઉપયોગિતાવાદ, તર્કવાદ, સકારાત્મકવાદ, માનવતાવાદ, વ્યવહારવાદ અને યથાર્થવાદ જોવા મળે છે. તેમના દર્શનમાં તેઓ રાષ્ટ્રવાદને ધર્મ સાથે જોડવાના સખત વિરોધી હતા. તેઓ રાષ્ટ્રવાદની ઓળખ માટે ત્રણ મહત્ત્વપૂર્ણ કારણ આપે છે ૧) ભૌગોલિક એકતા ૨) જાતીય ગુણ ૩) સંસ્કૃતિ. જેના દ્વારા રાષ્ટ્રવાદની સાચી ઓળખ કરી શકાય છે. તેમના મતે રાષ્ટ્રવાદને મજબૂત કરવા વેદોને વાંચવા, અનુસરણ કરવું એ સાથે રાષ્ટ્રીય પુનરુત્થાન જરૂરી છે.
૧૮૫૭ અને સાવરકર : સાવરકર ‘૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ’ પ્રસ્તાવનામાં લખે છે કે ‘યહ ઈતિહાસ કી પુસ્તક નહીં, સ્વયં ભી ઈતિહાસ હૈ’ આ પુસ્તકનું નામ, પ્રકાશક અને મુદ્રકનું નામ પણ ખબર ન હોવા છત્તા તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. આ પુસ્તકને ગૌરવ પ્રાપ્ત છે કે ઈ.સ. ૧૯૦૯માં તેની પ્રથમ ગુપ્ત આવૃત્તિના પ્રકાશનથી ૧૯૪૭માં તેના પ્રથમ ખુલ્લા પ્રકાશન સુધી ૪૮ વર્ષના લાંબા કાલખંડમાં અનેક ગુપ્ત પ્રકાશન અનેક ભાષાઓમાં છપાઈને દેશ-વિદેશમાં વિતરણ થતું રહ્યું. તેને છુપાવીને ભારતમાં લાવવું એક સાહસપૂર્ણ ક્રાંતિ-કર્મ માનવામાં આવતું. તે દેશ ભક્ત ક્રાંતિકારીઓની ગીતા બની ગઈ હતી.
આ પુસ્તક સૌપ્રથમ ૧૯૦૯ હોલેન્ડમાં ગુપ્ત રીતે પ્રકાશિત થયું હતું. બીજી આવૃત્તિ લાલા હરદયાલ દ્વારા અમેરિકામાં, ત્રીજી આવૃત્તિ ભગતસિંહ દ્વારા અને ચોથી આવૃત્તિ સુભાષચંદ્ર બોઝ દ્વારા છાપવામાં આવી હતી. આ પુસ્તકો પર કોઈ લેખકનું નામ નહોતું. આ પુસ્તકને છાપવા ન દેવાનું એકમાત્ર કારણ એ હતું કે અંગ્રેજોમાં એવો ડર હતો કે આ પુસ્તકમાં ૧૮૫૭ની ક્રાંતિને એવી રીતે દર્શાવવામાં આવી છે કે તેને વાંચીને ફરીથી આવી જ ક્રાંતિ શરૂ થઈ શકે.
સાવરકર અને સ્વદેશી : સ્વામી સચિદાનંદ પોતાના લેખમાં લખે છે કે, ‘બંગભંગ’ની અસર પૂરા દેશ પર પડી હતી. વિનાયકે સર્વપ્રથમ અંગ્રેજોનો વિરોધ કરવા પૂનામાં વિદેશી વસ્તુઓની હોળી કરી. અંગ્રેજોની શાસન પદ્ધતિ સમજવા જેવી છે. અંગ્રેજો મૂળમાં તો વ્યાપારી હતા. તે પ્રથમ ત્રાજવાં પછી તોપો લઈ આવ્યા. તોપોથી વિજય મેળવ્યો, પણ સમૃદ્ધિ તો ત્રાજવાંથી આવતી હોય છે. આ પહેલાં કોઈ પણ આક્રાન્તા ત્રાજવાં લઈને આવ્યો નહોતો, માત્ર તલવાર જ હતી. મુસ્લિમો પાસે રાજપૂતો કરતાં મોટી તલવાર હતી પણ ત્રાજવાં અને કલમ ન હોવાથી તે સમૃદ્ધ ન થઈ શક્યા. અંગ્રેજો પાસે ત્રણેય હતાં. તલવાર, કલમ અને ત્રાજવાં પણ હતાં તેથી તે વિજયી અને સમૃદ્ધ પણ થયા. માત્ર ત્રીસ હજાર અંગ્રેજો ત્રીસ કરોડ ભારતીયો ઉપર રાજ કરતા હતા. તેઓ ભારતમાંથી કાચો માલ વિદેશ લઈ જતા અને પાકો કરીને પાછો અહીં વેચતા. આમ કરવાથી તેમની ફેક્ટરીઓ ધમધમતી, લોકોને પુષ્કળ ઉન્નત રોજી મળતી સામાન્ય ભારતીય કરતાં સામાન્ય અંગ્રેજ પાંચથી દશ ગણું વધુ કમાતો એટલે વધુ સુખ ભોગવતો તેનો જીવનસ્તર ઘણો ઊંચો રહેતો હતો. આવા સમયે વિનાયકે વિદેશી માલની હોળી કરવા માંડી. આ એક વિચારધારા હતી. શત્રુપક્ષના અર્થતંત્રને તોડી પાડવાની કુનેહ હતી. વિનાયકની આવી પ્રવૃત્તિના કારણે તે સમયે ફર્ગ્યુસન કોલેજના પ્રિન્સિપાલ મિ. પરાંજપેએ તેને કોલેજમાંથી કાઢી મૂક્યો અને દશ રૂપિયાનો દંડ કર્યો. આ સમાચાર બહુ ઉછળ્યા. લોકોએ દંડ ભરવા માટે ખ.ઘ. કરવા માંડ્યો. જે નાણાં આવ્યાં તે બધાં વિનાયકે સામાજિક સંસ્થાઓને આપી દીધાં.
પૂના બેઠેલા વિનાયકરાવે તથા અભિનવ ભારત મંડળે જાહેરમાં વિદેશી વસ્ત્રોની હોળી કરી. વિનાયકરાવ એવું કહેતા કે, આ વિદેશી વસ્ત્રોની હોળી નથી. વિદેશી પ્રત્યેનો આદરભાવ અને સ્વદેશી પ્રત્યેના અભાવની હોળી છે.
ડૉ. તંવરે કહ્યું કે સાવરકરે સૌ પ્રથમ વિદેશી કપડાંની હોળી સળગાવવાનો મુદ્દો ઉઠાવીને વિદેશી વસ્તુઓના બહિષ્કારની પ્રેરણા આપી અને સ્વદેશી ચળવળની પૃષ્ઠભૂમિ તૈયાર કરી.
યુવાનો અને વીર સાવરકર : બ્રિટનમાં ૧૮૫૭ની ૫૦મી વર્ષગાંઠ ઉજવણીમાં બદલો લેવાના ઉત્તર સાથે વીર સાવરકરના નેતૃત્વમાં ભારતીય યુવકોએ ૧૮૫૭ની સ્મૃતિમાં પોતાની છાતી પર ચમકદાર બિલ્લાઓ લગાવ્યા, ઉપવાસ કર્યા, સભાઓ યોજી, જેમાં સ્વતંત્ર હોવાની લડાઈ શરૂ રાખવાની પ્રતિજ્ઞા લીધી. જેમાં હરનામ સિંહ અને આર.એમ.ખાન જેવા યુવાનો સાથે ઝગડો થયો. હરનામ અને ખાન જેવા યુવકોને છાતી પર લગાવેલ બિલ્લા ન કાઢવાના કારણે વિદ્યાલયમાંથી કાઢી મુકવામાં આવ્યા. અંગ્રેજોએ પોતાના ઘરમાં ભારતીય રાષ્ટ્રવાદનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.
ઈ.સ. ૧૯૦૧માં ‘મિત્ર-મેળા’ નામની સંસ્થાની સ્થાપના કરીને તેમણે યુવાનોને તેમની સાથે જોડવામાં અને સ્વતંત્રતાની ભાવના જાગૃત કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ઈ.સ. ૧૯૦૪માં સ્થપાયેલી ‘અભિનવ-ભારત’ નામની સંસ્થા દ્વારા તેમણે ઘણા યુવાનોને ભારતની આઝાદી માટે બલિદાન આપવા તૈયાર કર્યા. બ્રિટનમાં પણ ભારતીય યુવાનોને અંગ્રેજો સામે ક્રાંતિ કરવાની પ્રેરણા આપી.
વીર સાવરકર અને અખંડ ભારત: સુરેન્દ્ર કુમાર શર્મા પોતાના પુસ્તક ‘મહાન ક્રાંતિકારી વીર સાવરકર’માં જણાવે છે કે, ગાંધીજીએ જિન્હા સાથે સમાધાન ન કર્યું હોત તો પાકિસ્તાનની સ્થાપના એટલી સરળતાથી ન થઈ શકી હોત કેમ કે હિંદુ પ્રજાએ પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો. હિંદુ નેતાઓની જેમ જ રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતાઓ પણ માનતા હતા કે પાકિસ્તાનથી હિંદુ – મુસ્લિમ કોઈને પણ ફાયદો થશે નહીં. સાવરકરના આદેશોથી ભારતમાં હિંદુ મહાસભા તરફથી આ કરારનો વિરોધ કરવામાં આવ્યો. સ્થળે-સ્થળે સભાઓ – રેલીઓ કાઢવામાં આવી. વાઇસરોયને પત્ર પણ મોકલવામાં આવ્યો, પરંતુ તેનું કોઈ પરિણામ ન નીકળ્યું. ઈ.સ. ૧૯૪૪માં ઑક્ટોબર મહિનામાં ભારતની અંખડીતા બચાવવા માટે દિલ્હીમાં હિંદુ નેતાઓ એક સંમેલન કર્યું. જે સાવરકરજીની પ્રેરણાથી બોલાવવામાં આવ્યું હતું. સ્વયં તેઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. સર્વસમંતિથી એક ઠરાવ પાસ કર્યો કે, ભારતની અખંડિતાનું સમર્થન કરવું અને વિભાજનનો તીવ્ર વિરોધ કર્યો. આ પ્રસ્તાવનો પણ કોઈ પ્રભાવ ન પડ્યો. રાજગોપાલાચારી સમગ્ર ભારતમાં ઠરાવના પક્ષમાં પ્રચાર કરી રહ્યા હતા. તે ત્યાં પણ જતા જ્યાં તેમનો વિરોધ થતો હતો.
૨૦૨૧માં ઈન્દોર લિટરેચર ફેસ્ટિવલમાં પ્રખ્યાત લેખક અને ઈતિહાસકાર વિક્રમ સંપતે કહ્યું કે, તેમણે અખંડ ભારત માટે શાશ્ર્વત રાષ્ટ્રવાદની કલ્પના કરી હતી. આ દેશમાં છેલ્લો હિંદુ રહેશે ત્યાં સુધી આ રાષ્ટ્ર અખંડ ભારત રહેશે.
પંજાબ કેસરીના સંપાદકીય લેખમાં આદિત્ય ચોપરા લખે છે કે, વીર સાવરકર અખંડ ભારતના સ્વપ્ન જોનાર હતા. વીર સાવરકર એવા દૂરંદેશી હતા કે ભારતના ભાગલાની ચર્ચા, ભાગલા પછી આ દેશને કેવા સંજોગો જોવા પડશે તેનો અંદાજ તેમને ઘણા સમય પહેલા જ હતો અને તેથી જ તેઓ સભાઓ, ભાષણો અને લેખન દ્વારા દેશને ભારતના ભાગલાની ચેતવણી આપી હતી કે દેશને કેવા સ્વરૂપે પરિણામ ભોગવવા પડશે. સાવરકરે ભારતના ભાગલાનો ખુલ્લો વિરોધ કર્યો હતો.
સાવરકર પોતાના પુસ્તક ‘છહ સ્વર્ણિમ પૃષ્ઠ’માં લખે છે કે, હિંદુ મહાસભાના વિરોધ બાદ મુસલમાનોની માગ અનુસાર પંજાબથી બંગાળ સુધી એક ગ્વાલિયરના રૂપમાં ઉત્તર ભારતમાંનો એક પૂર્ણ પટ્ટો પાકિસ્તાનને આપવામાં આવે,
પરંતુ હિંદુ મહાસભા અને હિન્દુત્વનિષ્ઠોના પ્રખર વિરોધના ફળસ્વરૂપ વિચાર કે એ આપવામાં ન આવ્યું.
ચીન-પાકિસ્તાન અને ભારત યુદ્ધ : પ્રકાશવીર શાસ્ત્રીના લેખ અને સુરેન્દ્ર કુમારના પુસ્તક ‘મહાન ક્રાંતિકારી વીર સાવરકર’માં લખે છે કે, ૧૮૫૭ની ક્રાંતિની શતાબ્દીની ઉજવણી માટે સાવરકર ૧૯૫૭માં દિલ્હી આવ્યા હતા તે સમયે આપણા દેશના ચીન સાથે મોટા ભાઈચારાના સંબંધો હતા અને ‘હિન્દી-ચીની, ભાઈ-ભાઈ’ના નારા લગાવવામાં આવી રહ્યા હતા. સાવરકર તેનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ કહેતા કે મિત્રતા હોવી જોઈએ, પરંતુ ચીન પર વિશ્ર્વાસ કરી આપણે ભૂલ ન કરવી જોઈએ. વીર સાવરકર એક ભયંકર ભવિષ્યની કલ્પના કરી રહ્યા હતા. બાદમાં ૧૯૬૨માં ચીને હિંદ પર આક્રમણ કરી દીધું. ઈ.સ. ૧૯૬૫માં પાકિસ્તાને પુન: આક્રમણ કર્યું. ભારતીય સૈનિક પાકિસ્તાની સૈનિકને લાહોર સુધી ખદેડી મુક્યા. તેઓએ સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીને પત્ર લખી અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રીય સુરક્ષા માટે મજબૂત લશ્કરીકરણ: ઉદય માહુકાર અને ચિરાયુ પંડિત પોતાના પુસ્તક ‘વીર સાવરકર’માં જણાવે છે કે, સાવરકરની રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિ એક પ્રકારે ભારતની સુરક્ષા માટે કવચ સમાન હતી જે વૈશ્ર્વિક મંચ પર ભારતના ઉદયને શક્તિ આપી શકે. તેમનું માનવું હતું કે, સૈન્ય શક્તિ સફળ આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી માટે માર્ગ મોકળો કરે છે કારણકે માત્ર સૈન્યનો ભય દુશ્મન રાષ્ટ્રો અથવા તે બાબત માટેના કોઈપણ રાષ્ટ્રને વાટાઘાટોના ટેબલ પર આવવા દબાણ કરી શકે છે. તેઓ ખુલ્લું કહેતા લશ્કરી શક્તિ વિના, વિશ્ર્વ શાંતિની વાત નિરર્થક છે સાથે લશ્કરી શક્તિ વિના શાંતિની સ્થાપના માટેની પૂર્વશરત છે. માત્ર લશ્કરી શક્તિ જ મહાનતાનો માપદંડ છે.
૧૯૫૪માં સાવરકરે તેમના દેશવાસીઓને એક કડક રાષ્ટ્રીય સંદેશ આપ્યો, હે મારા દેશના યુવાનો! મારો તમને સંદેશ છે કે, તમે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાઈને સૈન્યને નાવીન્યકરણ યુક્ત કરો. જો અન્ય દેશો હાઇડ્રોજન બોમ્બ તૈયાર કરે તો તમે ઓક્સિજન બોમ્બની શોધ કરો. આ કાર્યથી તમે ભારતને એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવશો જેથી સ્વાભિમાન સાથે જીવી શકશો. તેઓ ભારતને શક્તિશાળી જોવા આતુર હતા. તે માટે હંમેશાં ‘લશ્કરીકરણ’ની માગણી કરતા હતા. તેમનો મક્કમ અભિપ્રાય હતો કે, ભારત રશિયા અને અમેરિકાની જેમ લશ્કરી દૃષ્ટિકોણથી શક્તિશાળી નહીં બને ત્યાં સુધી તેને બહારના દેશોથી ખતરો રહેશે. હિંદુ મહાસભાના દરેક સંમેલન અને પરિષદમાં તેમણે ભારતના લશ્કરીકરણ અને વિદેશ નીતિના આધારને મજબૂત બનાવવાનો આગ્રહ રાખ્યો હતો.
સામાજિક ક્રાંતિકારી તરીકે સાવરકર: પ્રણયકુમાર એક લેખમાં લખે છે કે, મુક્તિ પછી તેમણે હિંદુઓમાં પ્રવર્તતી અસ્પૃશ્યતા સામે સુધારાવાદી ચળવળ શરૂ કરી. પતિત પાવન મંદિરની સ્થાપના કરી તેમાં દરેકના પ્રવેશ અને પૂજાની પ્રથા શરૂ કરી. જ્ઞાતિની ઊંચ-નીચની લાગણી દૂર કરવા માટે વિવિધ જ્ઞાતિઓ વચ્ચે દીકરી-રોટીના સંબંધોની હિમાયત કરતા.
હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્રના સિદ્ધાંતો રજૂ કરનાર સાવરકર એક સામાજિક ક્રાંતિકારી પણ હતા. આંબેડકરનું જીવનચરિત્ર લખનાર ધનંજય કીરે સમાજ સુધારક અને સામાજિક ક્રાંતિકારી વચ્ચેના તફાવત વિશે લખ્યું છે. કીર કહે છે કે ‘એક સમાજ સુધારક જે પહેલાથી અસ્તિત્વમાં છે તેનું પુન:નિર્માણ કરે છે, જ્યારે સામાજિક ક્રાંતિકારી જૂની વ્યવસ્થાનો નાશ કરે છે અને નવી વ્યવસ્થા બનાવે છે.’ સાવરકર માત્ર સમાજ સુધારક જ ન હતા, તેઓ એક સામાજિક ક્રાંતિકારી પણ હતા.