ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની બીજી મેચ લખનઉમાં શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે અને ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં હાલમાં 0-1થી પાછળ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં આ મેચ ભારતીય ટીમ માટે કરો કે મરો જેવી સાબિત થવાની છે.
બીજી ટી-20 મેચમાં ન્યૂ ઝીલેન્ડની ટીમે ટોસ જિતીને બેટિંગ કરવાનું નક્કી કર્યું છે. બંને ટીમ વચ્ચે રમાયેલી પહેલી મેચમાં ન્યૂ ઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 21 રનથી હરાવી હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે હાર્દિક પંડ્યા, જ્યારે મિશેલ સેન્ટનરને આ સિરીઝ માટે ન્યૂ ઝીલેન્ડના કેપ્ટન બનાવવામાં આવશે. આ સિરીઝથી પહેલાં બંને ટીમ વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 3-0થી બાજી મારી લીધી હતી.
ન્યૂ ઝીલેન્ડની ટીમે છેલ્લાં છ વર્ષમાં ભારતને તેના હોમ ગ્રાઉન્ડ પર એક પણ મેચમાં હરાવ્યું નથી, એવામાં આ સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયા પાસે ભારતીય ક્રિકેટ ફેન્સ જીતની આશા રાખી રહ્યા છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 23 ટી-20 મેચ રમવામાં આવી છે અને તેમાંથી 10 મેચ ભારત અને 10 મેચ ન્યૂ ઝીલેન્ડ જીત્યું છે, જ્યારે 3 મેચ ટાઈ થઈ હતી.