Homeટોપ ન્યૂઝહારી ગયું ભારત, લાથમ-વિલિયમસન છવાઇ ગયા

હારી ગયું ભારત, લાથમ-વિલિયમસન છવાઇ ગયા

ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં કારમી હાર મળી છે. 306 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 7 વિકેટે હરાવી દીધું છે. ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં ઝડપી વિકેટ ગુમાવી હતી, પરંતુ બાદમાં કેપ્ટન કેન વિલિયમસની ઝંઝાવાતી ઇનિંગ અને ટોમ લાથમની શાનદાર સદીની મદદથી તેમની જીત થઇ હતી. બંનેએ ચોથી વિકેટ માટે કુલ 221 રનની ભાગીદારી નોંધાવી હતી.
ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની 3 મેચની વન-ડે સિરિઝની પ્રથમ મેચ આજે ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ ખાતેના ઇડન પાર્કમાં રમાઇ હતી. ભારતે નિર્ધારીત ઓવરમાં છ વિકેટના ભોગે 306 રન બનાવી યજમાન ટીમને જીતવા માટે 307 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ 80 રન શ્રેયસ ઐયરે બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવને 72 રન તો શુભમન ગિલે 50 રન બનાવ્યા હતા. તેમણે વન-ડે કરિયરની 39મી ફીફ્ટી ફટકારી હતી.ભારતી ખેલાડી વોશિંગ્ટન સુંદરે ફાંકડી ફટકાબાજી કરી માત્ર 16 બોલમાં 37 રન ફટકારી દીધા હતા. ન્યૂઝીલેન્ડના લોકી ફરગ્યુસન અને ટીમ સાઉધીએ 3-3 વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular