ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે નિવૃત્તિની જાહેરાત કરી

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટની અનુભવી ખેલાડી મિતાલી રાજે લગભગ 23 વર્ષની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દી બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. રાજે બુધવારે સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડતાં મિતાલીએ કહ્યું: “તમામ પ્રવાસોની જેમ, આનો પણ અંત આવવો જોઈએ. આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મને લાગે છે કે મારી રમતની કારકિર્દી પર પડદો પાડવાનો હવે યોગ્ય સમય છે કારણ કે ટીમ કેટલાક ખૂબ જ પ્રતિભાશાળી યુવા ખેલાડીઓના હાથમાં છે અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે.”
1999માં તેમણે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. જમણા હાથની બેટર મિતાલીએ ODIમાં 7,805 રન કર્યા છે, જે તેમની નજીકની હરીફ ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સ કરતા લગભગ 2,000 રન વધારે છે. ODI કારકિર્દીમાં મિતાલીએ સાત સદી અને રેકોર્ડ 64 અર્ધસદી નોંધાવી છે. મિતાલીએ 89 T20I માં 2364 રન બનાવ્યા છે, તેમજ 12 ટેસ્ટમાં 699 રન બનાવ્યા, જેમાં એક સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થાય છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.