વૈશ્વિકસ્તરે શાંતિ-સુલેહ માટે યુએનનું મહત્ત્વ વિશેષ આંકવામાં આવી રહ્યું છે, જેમાં ભારતનું અગાઉથી વિશેષ પ્રતિનિધિત્વ રહ્યું છે, જે અંતર્ગત યુએન મિશનમાં મહિલાઓની વિશેષ ટુકડીને તહેનાત કરવામાં આવી છે, જેથી વૈશ્વિકસ્તરે ભારતના પ્રતિનિધિત્વમાં વધારો થશે. સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)માં શાંતિરક્ષામાં સૌથી વધારે સૈનિકોને મોકલનારા દેશોમાંથી ભારત અબેઈમાં મહિલા પીસકિપર્સની એક બટાલિયન તૈયાર કરી રહી છે. ભારત અહીં 2007થી અત્યાર સુધીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ મિશનમાં દેશના સૌથી મોટા મહિલા યુનિટ બ્લુ હેલ્મેટસમાં તહેનાત રહી રહ્યા છે. યુએન મિશનમાં ભારતીય મહિલા ટુકડીનું પ્રતિનિધિત્વ વધારવાનો નિર્ણય એ વૈશ્વિકસ્તરે ભારત મહિલા સશક્તિકરણમાં દૃઢપણે માની રહ્યું હોવાનું પુરવાર થયા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે મહિલા ટીમની એક ટુકડીની એક પોસ્ટ ટિવટ કરતા લખ્યું હતું કે ભારત અબેઈમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન અન્વયે ભારતની બટાલિયનના ભાગરુપે મહિલાઓની પીસકિપર્સ ટુકડી તહેનાત કરી છે. તાજેતરના વર્ષોમાં મહિલા શાંતિરક્ષકોની સૌથી વધારે સંખ્યા છે અને સૌને શુભકામનાઓ.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશન અંગે જણાવાયું હતું કે અબેઈમાં મહિલા શાંતિરક્ષકોની ટુકડીને છઠ્ઠી જાન્યુઆરી, 2023માં સંયુક્ત રાષ્ટ્રસંઘ હંગામી સુરક્ષા દળ, અબેઈ (યુએન આઈએસએફએ)માં ભારતીય બટાલિયનના હિસ્સાના ભાગરુપે તહેનાત કરવામાં આવી છે. સૌથી પહેલા 2007માં લાઈબેરિયામાં મહિલા પીસકિપર્સની ટુકડી તહેનાત કરવામાં આવ્યા પછી સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ભારતની સૌથી વધારે સંખ્યામાં મહિલા ટુકડીને તહેનાત કરવામાં આવી છે, એમ અહેવાલમાં જણાવ્યું હતું.
આપણે એ વાત પણ જણાવવાની કે અગાઉ લાઈબેરિયામાં ભારતની મહિલા શાંતિરક્ષાની ટુકડીની સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ બાન કી મૂને પ્રશંસા કરી હતી. ગયા વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક મિશનમાં બાંગ્લાદેશ પછી સૌથી વધુ આર્મી મોકલનાર દેશ છે. કુલ 12 મિશનમાં ભારત 55,887 સૈનિક અને અધિકારી મોકલી ચૂક્યું છે.