અમદાવાદ: ભારતમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ શનિવારે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ માટે શાંતિ અને સમૃદ્ધિની ચાવી ભારત પાસે છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારત જી૨૦નું પ્રમુખપદ ધરાવે છે અને જાપાન આ વર્ષ માટે જી૭નું અધ્યક્ષ છે તે જોતાં બંને દેશો વચ્ચે “નજીકનો તાલમેલ પહેલા કરતા વધુ મહત્ત્વપૂર્ણ છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે ૧૧મા જાપાન ફેસ્ટિવલના ઉદ્ઘાટન બાદ બોલતા સુઝુકીએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે લોકો-થી-લોકોના આદાનપ્રદાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃતિ એ આધારસ્તંભ છે જે ભારત અને જાપાન વચ્ચે “વિશેષ ભાગીદારીને સમર્થન આપે છે જે વૈશ્ર્વિક અને વ્યૂહાત્મક છે અને સુરક્ષા, રાજકીય અને આર્થિક સહયોગના વ્યાપક ક્ષેત્રોનો સમાવેશ કરે છે. આ બધાને લોકોનું સમર્થન મળવું પડશે. એટલા માટે લોકો-થી-લોકોનું વિનિમય – યુવા વિનિમય – મહત્ત્વપૂર્ણ છે. આથી હું યુવા વિદ્યાર્થીઓને કહું છું: તમે ભવિષ્યના સેતુ બનશો, તમે ભવિષ્યમાં વિશેષ ભારત-જાપાન ભાગીદારીને આગળ વધારવાના મશાલ વાહક બનશો. આબે (હવે મૃતક) અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એકબીજા માટે આદર હતો અને તેમણે આ ખૂબ જ વિશિષ્ટ ભાગીદારી બનાવવા માટે હાથ મિલાવ્યા હતા.