તાજેતરમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ ભારત ચીનને પાછળ છોડીને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ (WPR) ના અંદાજ અનુસાર વર્ષ 2022 ના અંત સુધીમાં ભારતની વસ્તી 141.7 કરોડ હતી. જે 17 જાન્યુઆરીએ ચીન દ્વારા જાહેર કરાયેલ 141.2 કરોડ કરતાં 50 લાખ કરતાં થોડી વધુ છે. વર્ષ 1960 બાદ ચીનની વસ્તીમાં પ્રથમ વાર ઘટાડો નોંધાયો છે.
અહેવાલ મુજબ ભારતની 50 ટકાથી વધુ વસ્તી 30 વર્ષથી ઓછી વયની છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ હોવાનું અનુમાન છે. યુએનએ અગાઉ જણવ્યું હતું કે ભારત વસ્તીની સંખ્યામાં આ વર્ષના અંત સુધીમાં ચીનથી આગળ નીકળી જશે. WPR અનુસાર 18 જાન્યુઆરી 2023 સુધીમાં ભારતની વસ્તી વધીને 142.3 કરોડ લોકો થઈ ગઈ છે. ભારતની વસ્તી વૃદ્ધિ ધીમી પડી છે, તે હજુ પણ 2050 સુધી વધતી રહેશે.
સર્વે પ્લેટફોર્મ મેક્રોટ્રેન્ડ્સના અંદાજ મુજબ ભારતની વસ્તીનો આંકડો 142.8 કરોડ છે. કરોના મહામારીને કારણે 2021ના થનાર વસ્તીગણતરીનો કાર્યક્રમમાં વિક્ષેપો પડ્યા છે જેને કારણે સરકારે વસ્તી ગણતરીના સત્તાવાર આંકડા હજુ જાહેર કર્યા નથી.
ભારત ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો!
RELATED ARTICLES