રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2023માં ભારતનો જીડીપી 6.5 ટકા સુધી પહોંચશે અને તે કદાચ 7 ટકાને પાર કરી શકે છે, કારણ કે ચોથા ક્વાર્ટરમાં આર્થિક ગતિવિધિ ચાલુ રહી હતી. દાસે એમ પણ ઉમેર્યું હતું કે કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રે સારું પ્રદર્શન કર્યું છે જેણે અર્થતંત્રના વિકાસમાં મદદ કરી છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે નાણાંકીય વર્ષ 2023માં ફુગાવો 4.7 ટકાથી ઓછો હોઈ શકે છે. મે મહિનાના ફુગાવાના આંકડા 12 જૂનના રોજ જાહેર થશે. ભારતને રિટેલ ફુગાવો જાન્યુારી 2021માં 4.06 ટકાના સ્તરે એટલે કે ચાર ટકાની સૌથી નજીક હતો.
દાસે જણાવ્યું હતું કે ભારતે કૃષિ ક્ષેત્રે સારું પ્રદર્શન કર્યું છે અને સેવા ક્ષેત્રે પણ સારુ પ્રદર્શન કર્યું છે. સરકાર દ્વારા કેપેક્સ (કેપિટલ એક્સપેન્ડિચર) અને ઇન્ફ્રા. ખર્ચમાં પણ વધારો થયો છે.
#WATCH | RBI Governor Shaktikanta Das says, “Financial markets remain volatile as uncertainty over future monetary policy path is keeping market sentiments on the edge…On the upside, global growth is being supported by the easing of supply chain disruptions, gradual… pic.twitter.com/00IlPErKXP
— ANI (@ANI) May 24, 2023
આરબીઆઇ ગવર્નરે એમ પણ જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં પણ ભારતીય બેંકિંગ ક્ષેત્ર મજબૂત મૂડી અને પ્રવાહિતાની સ્થિતિ સાથે સ્થિર અને મક્કમ રહ્યું છે. ગયા મહિને જ આરબીઆઇએ તેની સમીક્ષા બેઠક બાદ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. હવે બધાની નજર આરબીઆઇની નાણાકીય સમિતિની આગામી બેઠક પર રહેશે, જે 6થી8 જૂન, 2023ના રોજ નિર્ધારીત કરવામાં આવી છે.