બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝની ત્રીજી મેચમાં ભારતનો 227 રને વિજય થયો છે. ભારતે આ સિરીઝ 1-2થી હારી છે, પરંતુ ત્રીજી વનડેમાં બાંગ્લાદેશ સામે જીત મેળવવામાં વિરાટ કોહલી અને ઈશાન કિશને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બાંગ્લાદેશ 182 રનમાં ઓલઆઉટ થઈ હતી. બંને ટીમ વચ્ચેનો ફરક દર્શાવે છે કે ભારતે આજે આ મેચ કેવી રીતે જીતી. અક્ષર પટેલ અને ઉમરાન મલિકના ભાગે બે બે વિકેટ આવી હતી ત્યારે શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ, વોશિંગટન સુંદર અને કુલદિપ યાદવે એક એક વિકેટ લઈને ભારતને જીત અપાવી હતી.