ભારતીય ટીમનો ધૂંઆંધાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં તેના ખરાબ ફોર્મને કારણે ખૂબ જ ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરિઝની ત્રણેય મેચમાં 0,0,0 પર આઉટ થયા બાદ તેના ફોર્મ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધા સવાલો વચ્ચે સૂર્યકુમાર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ એક શાનદાર કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સૂર્યકુમારનું ફની રિએકશન સામે આવ્યું છે અને ફની રિએક્શન તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયું હતું.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં સૂર્યકુમાર યાદવ ‘નિસાન 1 ટન’ કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક મીડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે યાદવે ‘નિસાન 1 ટન’ કાર ખરીદી છે.
આ વાયરલ વીડિયો પર સૂર્યકુમાર યાદવનું રિએકશન સામે આવ્યું છે અને તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વીડિયો શેયર કરીને કહ્યું છે કે, આ વીડિયોમાં મને ટેગ ન કરો, આ મારી કાર નથી. પણ કઈક મોટું આવી રહ્યું છે અને એના માટે તૈયાર રહો… તેની આ ઈન્સ્ટા સ્ટોરી સોશિયલ મીડિયા પર પુષ્કળ વાયરલ થઈ રહી છે.
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર વીડિયો છે આ તો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સૂર્ય ફરી ઉગશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભાઈ, તમારા ફેન્સ તમારી સાથે છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી, પણ આ બધી કમેન્ટ્સ પર સૂર્યા કુમારની એક જ સ્ટોરી ભારે પડી ગઈ છે.