હાલમાં ઈન્ડિયન ટીમ ન્યુઝીલેન્ડ સાથે ટી-20 રમી રહી છે અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચ રમશે. સિરીઝની પહેલી ટેસ્ટ મેચ 9થી 13 ફેબ્રુઆરી વચ્ચે મહારાષ્ટ્રના નાગપુર ખાતે રમાશે. આ સિરીઝ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં લેતાં ઈન્ડિયન ટીમ માટે ખૂબ જ મહત્ત્વની છે. ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારતે આ સિરીઝ કોઈ પણ સંજોગોમાં જિતવી પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમની ઊંઘ ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડીઓએ ઉડાડી છે. આવો જોઈએ કયા છે આ પ્લેયર-
ઓસ્ટ્રેલિયન ટીમને ટીમ ઈન્ડિયાના સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલથી ડર લાગી રહ્યો છે. બીજી બાજુ છેલ્લાં 19 વર્ષનો ઈતિહાસ જોઈએ તો ઓસ્ટ્રેલિયા ભારતમાં કોઈ સિરીઝ જિત્યું નથી.
Australia beginning preparations for India with a short camp in Sydney. #INDvAUS pic.twitter.com/vQR5a1qN2H
— Andrew McGlashan (@andymcg_cricket) January 29, 2023
આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયન ટીમે સિડનીમાં એક સ્પેશિયલ પીચ તૈયાર કરાવડાવી છે, જે એકદમ ભારતીય પીચ જેવી જ છે. જેનાથી સ્પિનર્સને ખૂબ મદદ મળી રહે છે. આ જ પીચ પર ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ હાલમાં તૈયારી કરી રહ્યા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2021માં ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં અશ્વિન અને અક્ષરે મળીને 4 ટેસ્ટમાં કુલ 59 વિકેટ લીધી હતી અને બંનેના આ રેકોર્ડે જ ઓસ્ટ્રેલિયન ટીમની ઊંઘ ઉડાડી દીધી છે. બીજી મહત્ત્વની વાત એટલે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ભારતની મુલાકાત કોઈ ડરામણા સપનાથી ઓછી નથી, કારણ કે ઓસ્ટ્રેલિયન ટીમ 2004 બાદ ભારતમાં કોઈ પણ ટેસ્ટ સિરીઝ નથી જિતી.
ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ શેડ્યુલ
પહેલી ટેસ્ટ 9થી 13 ફેબ્રુઆરી, નાગપુર
બીજી ટેસ્ટ 17થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
ત્રીજી ટેસ્ટ 1થી 5 માર્ચ, ધરમશાલા
ચોથી ટેસ્ટ 9થી 13 માર્ચ, અમદાવાદ
ઓસ્ટ્રેલિયા સામે પહેલાં બે ટેસ્ટ માટે આ છે ઈન્ડિયન ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ. રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટ કિપર), ઈશાન કિશન (વિકેટ કિપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મો. શામી, મો. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉન્નડકટ, સૂર્યકુમાર યાદવ