Homeટોપ ન્યૂઝના હોય, દેશમાં સામાન્ય માણસ પણ સહન કરી શકે નહીં એટલી ભયંકર...

ના હોય, દેશમાં સામાન્ય માણસ પણ સહન કરી શકે નહીં એટલી ભયંકર ગરમી પડશેઃ વર્લ્ડ બેંક

નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિનામાં દેશના અનેક રાજ્યમાં અલગ અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં દેશમાં કેટલાય દાયકામાં વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં વર્લ્ડ બેંકે ચેતવણી આપતા કહ્યું હતું કે ભારતમાં હીટ વેવનું પ્રમાણ જે સ્તરે વધી રહ્યું છે, જે ચિંતાજનક છે. ટૂંકા સમયગાળામાં ભારતમાં તીવ્ર ગરમીનો સામનો કરનાર દુનિયાનો પહેલો દેશ હશે, જે માનવીય સહનશીલતાની સીમા કરતા વધારે હશે. હાલમાં ભારત ગરમીનો અનુભવ કરી રહ્યો છે, જે વહેલા શરુ થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે, એમ વર્લ્ડ બેંકે Climate Investment Opportunities in India’s Cooling Sectorમાં લખ્યું છે. આ અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ 2022માં ભારત નિર્ધારિત સમય પહેલા ગરમીની લપેટમાં આવ્યું હતું, પરિણામે સામાન્ય જનજીવન પર અસર પડી હતી. કહેવાય છે કે પાનટગર દિલ્હીમાં 46 ઔંશનું તાપમાન પહોંચ્યું હતું, જ્યારે માર્ચ મહિનામાં જોરદાર ગરમી અનુભવવાની નોબત આવી હતી, જે ઈતિહાસમાં પણ સૌથી ગરમ મહિનો હોવાનું નોંધ્યું હતું. આ અહેવાલમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે આગામી સમયગાળામાં ભારતમાં ગરમીનું પ્રમાણ એટલી હદે વટાવશે કે તે સામાન્ય લોકો સહન કરવા સક્ષમ રહેશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular