ભારતમાં કોરોના કેસમાં અવિરત વધારો થઈ રહ્યો છે. સતત પાંચમા દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,781 નવા કેસ નોંધાયા છે અને 18 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 76 હજારને પાર થઇ ગયો છે. કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76,700 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,873 પર પહોંચ્યો છે. દેશમાં 4,27,07,900 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 196,18,66,707 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 2,80,136 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી દેશમાં કોરોનાના 10 હજારથી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. 16 જૂન ગુરુવારે 12,283 નવા કેસ અને 11 સંક્રમિતોના મૃત્યુ થયા હતા. 17 જૂન શુક્રવારે 12,847 નવા કેસ અને 14 સંક્રમિતોના મૃત્યુ થયા હતા. 18 જૂન શનિવારે 13,216 નવા કેસ અને 23 સંક્રમિતોના મૃત્યુ થયા હતા અને 19 જૂન રવિવારે 12,899 નવા કેસ અને 15 સંક્રમિતોના મૃત્યુ થયા હતા.
કોરોનાની રફતાર દિન-પ્રતિદિન વધતી જઇ રહી છે, પણ લોકોમાં રોગ અંગે ગંભીરતા નથી જોવા મળી રહી. જાહેર જગ્યાએ પણ લોકો માસ્ક વગર ફરતા નજરે પડે છે.
