ઢાકાઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે ટેસ્ટની સીરિઝ મેચમાં 2-0થી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું હતું. ઢાકાના મીરપુર ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતના ટોચના ખેલાડી (બેટસમેનની સાથે બોલર) રમ્યા નહીં હોવા છતાં બાંગ્લાદેશને ભારતે હરાવીને નવા વિક્રમ નોધાવ્યા હતા, જેમાં અગાઉની વનડે મેચના પરાજયને સરભર કર્યો હતો.
રવિવારે રવિચંદ્રન અશ્વિને નવમા ક્રમે આવીને 42 રનની નોંધપાત્ર બેટિંગ કરીને વિક્રમ કર્યો હતો. નવમા ક્રમે આવીને સૌથી મોટી ઈનિંગ અશ્વિન રમ્યો હતો.
બાંગ્લાદેશની સામે બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે 145 રન કરવાના હતા, જેમાં ભારતે શનિવારે 45 રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી હતી. ચોથા દિવસે રમત શરુ થઈ ત્યારે ભારતીય ટીમ પાસે છ વિકેટ હતી અને 100 રન કરવાના હતા, પરંતુ ધીમે ધીમે ભારતે જાણે મેચ ગુમાવી રહ્યું હોય એમ 74 રને સાત વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લે શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિન મેચમાં વિકેટ બચાવી હતી અને બેકફૂટ રમીને અશ્વિને 62 બોલમાં 42 રન ફટકાર્યા હતા, જેમાં એક સિકસ સાથે ચાર ચોગ્ગાનો સમાવેશ થયો હતો. શ્રેયસ અને અશ્વિનની વચ્ચે 71 રનની પાર્ટનરશિપ કરતા બાંગ્લાદેશનું જીતનું સપનું તૂટ્યું હતું, કારણ કે જીત માટે ફક્ત ત્રણ વિકેટ બાકી હતી, પરંતુ બંનેએ છેલ્લે સુધી નોંધપાત્ર બેટિંગ કરીને હારની બાજી જીતમાં પલટી નાખી હતી.
અશ્વિને નોંધાવ્યા આટલા વિક્રમો
આ મેચમાં શાનદાર પર્ફોમન્સ કરતા અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ મેચમાં અશ્વિને છ વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઈનિંગમાં નોંધપાત્ર કહી શકાય એવા 42 રન બનાવ્યા હતા. બીજો એક વિક્રમ કહીએ તોઅશ્વિને ટેસ્ટ મેચમાં પોતાના 3,000 રન પૂરાં કર્યાં હતા. હવે અશ્વિન કપિલ દેવ, શોન પોલોક, સ્ટુઅર્ટ બ્રોડ, શેન વોર્ન અને રિચર્ડ હેડલીની શ્રેણીમાં આવ્યો છે, જેમના નામે ટેસ્ટમાં 3,000થી વધુ રન અને 400થી વધુ વિકેટનો રેકોર્ડ છે. અશ્વિન કુલ 88 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં 449 વિકેટ ્ને 3,042 રન બનાવ્યા છે. ટેસ્ટમાં 400થી વધુ વિકેટ લેનારા ટોચના દસ બોલરની યાદીમાં પણ 449 વિકેટ ઝડપવાથી તે નવમા ક્રમે રહ્યો છે.