CWG-2022ના 6ઠ્ઠા દિવસે ભારતના ખાતામાં એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ આવ્યા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા 18 થઈ ગઈ છે. જેમાં પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતીય ખેલાડીઓએ છઠ્ઠા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. જુડોકા તુલિકા માનને સિલ્વર મેડલ મળ્યો હતો. આ સાથે જ ચાર ભારતીય ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
સ્કવોશમાં સૌરવ ઘોસાલ, વેઈટલિફ્ટિંગમાં લવપ્રીત અને ગુરદીપ અને ટ્રેક એન્ડ ફિલ્ડમાં તેજસ્વિન શંકરે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
બર્મિંગહામમાં ભારતીય બોક્સરો માટે મિશ્ર દિવસ હતો. વિશ્વ ચેમ્પિયન નિખાત ઝરીન (મહિલા 50 કિગ્રા), મોહમ્મદ હુસામુદ્દીન (પુરુષોની 50 કિગ્રા) અને નીતુ ઘંઘાસ (મહિલા 48 કિગ્રા) એ ક્વાર્ટર-ફાઇનલ જીત સાથે મેડલ નિશ્ચિત કર્યા હતા, પરંતુ લોવલિના બોર્ગોહેન (મહિલા 70 કિગ્રા) અને આશિષ કુમાર (પુરુષોની 80 કિગ્રા) પોતપોતાના મુકાબલા હારી ગયા હતા. તેમની હારે બધાને ચોંકાવી દીધા હતા.
ટીમ ઈવેન્ટ્સમાં, ભારતની પુરૂષ અને મહિલા હોકી બંને ટીમોએ જોરદાર જીત નોંધાવી હતી. જ્યારે મહિલા ક્રિકેટ ટીમે બાર્બાડોસને 100 રનથી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.