નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પહેલાં દિવસે નાગપુરના ધબડકા બાદ કાંગારુઓએ સારું પ્રદર્શન કર્યું હતું. ટોસ જિત્યા બાદ પહેલાં બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયન ટીમ 263 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પહેલાં દિવસની ગેમ પૂરી થાય એ પહેલાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 21 રન બનાવીને આપ્યો હતો. ભારતને જિતવા માટે 242 રન જોઈએ છે.
દિલ્હીમાં ટેસ્ટ મેચના પહેલાં જ દિવસે મોહમ્મદ શામીની આગેવાની હેઠળ ઈન્ડિયન બોલર્સે સારું પ્રદર્શન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયન ટીમને 263 રનમાં ઓલ આઉટ કરીને પેવેલિયન ભેગી કરી નાખી હતી. પહેલાં દિવસે રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડીએ 9 ઓવરમાં 21 રન કર્યા હતા અને હવે આવતીકાલે ભારતીય બેટ્સમેન્સ મોટો સ્કોર કરીને પહેલી ઈનિંગમાં લીડ લેવા પર ફોકસ કરશે.
ઓસ્ટ્રેલિયન ટીમની પર્ફોર્મન્સની વાત કરીએ તો નાગપુરમાં ઈન્ડિયન સ્પિનર્સની સામે ઘૂંટણિયા ટેકવી દીધા બાદ દિલ્હીમાં સારું પ્રદર્શન કર્યું હતું. નાગપુરમાં પહેલી ઈનિંગમાં 177 રન બનાવનારી ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી ઈનિંગમાં 263 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન્સે અશ્વિન અને જાડેજા સામે રન બનાવવાનું સાહસ ખેડ્યું હતું. બાપુ અને જાડેજાએ બનાવ્યા ખાસ રેકોર્ડ્સ ભારત માટે સૌથી વધુ વિકેટ મોહમ્મદ શામીએ લીધી હતી. શામીએ આજે ચાર,રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ મેચમાં અશ્વિન અને જાડેજાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો છે.
અશ્વિને એલેક્સ કેરીને આઉટ કરવાની સાથે સાથે જ ઓસ્ટ્રેલિયાની સામે પોતાની 100 વિકેટ પૂરી હતી. અનિલ કુંબલે બાદ અશ્વિન બીજા ભારતીય છે, જેણે ઓસ્ટ્રેલિયન ટીમની 100 વિકેટ લીધી હોય. કુંબલેએ 111 વિકેટ લીધી હતી અને હવે બીજા નંબરે અશ્વિન છે. બાપુની વાત કરીએ તો જાડેજાએ આ મેચમાં ત્રણ વિકેટ લઈને પોતાની 250 ટેસ્ટ વિકેટ પૂરી કરી લીધી હતી.