Homeટોપ ન્યૂઝઓસ્ટ્રેલિયાની સાંસદમાં ભારત સાથે FTAને મળી મંજૂરી, ભારતને થશે ફાયદો

ઓસ્ટ્રેલિયાની સાંસદમાં ભારત સાથે FTAને મળી મંજૂરી, ભારતને થશે ફાયદો

ઓસ્ટ્રેલિયાના સાંસદે મંગળવારે ભારત સાથે FTA (Free Trade Agreements)ને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું. હવે બંને દેશ એકબીજા સાથે વાતચીત કરીને નક્કી કરશે કે આ સમજૂતી કઈ તારીખથી લાગુ થશે.
ઓસ્ટ્રેલિયાના પીએમ એંથની અલ્બનીઝે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારત સાથે અમારા Free Trade Agreementનો પ્રસ્તાવ સંસદમાં પાસ થઈ ગયો છે.
Australia-India ECTA benefits for Australiaને લાગુ કરવા પહેલા ઓસ્ટ્રેલિયાના સાંસદમાં આ પ્રસ્તાવને મંજૂરીની આવશ્યકતા હતાં. ભારતમાં આ પ્રકારની સમજૂતીને કેન્દ્રીય પ્રધાનમંડળ દ્નારા મંજૂરી આપવામાં આવે છે.
આ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આપણી ગાઢ મિત્રતાને કારણે આ આપણા વેપારના સંધોને પૂરી ક્ષમતા સાથે આગળ વધારવા અને મોટા પાયે આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.
FTA લાગુ થયા બાદ કપડાં, ચામડા, ફર્નિચર, આભુષણ અને મશિનરી સહિત ભારતના 6,000થી વધુ ઉત્પાદકોને ઓસ્ટ્રેલિયાના બજારમાં પહોંચાડી શકાશે અને આયાત-નિકાસ માટે લાગતા હેવી ટેક્સથી પણ મુક્તિ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular