Homeટોપ ન્યૂઝભારતસહિત દુનિયાના અનેક દેશોમાં માઈક્રોસોફ્ટ ડાઉન

ભારતસહિત દુનિયાના અનેક દેશોમાં માઈક્રોસોફ્ટ ડાઉન

માઈક્રોસોફ્ટ ટેક કંપનીની અનેક સેવાઓ અચાનક બંધ પડી જતાં યુઝર્સ ખૂબ જ હેરાનપરેશાન થઈ ગયા છે. આ સર્વિસમાં આઉટલૂક, ગિટહબ, ટીમ્સ, અઝુરે, લિંકેડઈન જેવી વિવિધ સર્વિસનો સમાવેશ થાય છે. આ સર્વિસ ના વાપરી શકાતી હોવાને કારણે યુઝર્સને એક્ઝેક્ટલી શું સમસ્યા છે એ સમજાઈ જ નથી રહયું અને સોશિયલ મીડિયા પર આ સંબંધિત સવાલો યુઝર્સ પૂછી રહ્યા છે.
માઈક્રોસોફ્ટનું ઈમેલ પ્લેટફોર્મ એવા આઉટલૂકની સર્વિસ પણ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં બંધ પડી ચૂકી છે અને ટ્વીટર યુઝર્સ આ સંબંધિત ફરિયાદો કરી રહ્યા છે. આ સર્વિસ બંધ થવા પાછળ સર્વરમાં કંઈ ગરબડ થઈ હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પણ કંપની દ્વારા સત્તાવાર રીતે આ પાછળ કોઈ કારણ આપવામાં આવ્યું નથી. કંપની દ્વારા સ્પષ્ટતા ના કરવામાં આવતા યુઝર્સ પારાવાર મુંઝવણમાં મૂકાઈ ગયા છે.
કેટલાક યુઝર્સે તો છેક માઈક્રોસોફટને જ આ બાબતની ફરિયાદ કરી દીધી છે. કેટલાક યુઝર્સ તો માઈક્રોસોફ્ટની વીડિયો કોલિંગ એપ નહીં ચાલતી હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં થોડાક સમય માટે આ રીતે સોશિયલ નેટવર્કિંગ વોટ્સએપ ડાઉન થઈ જવાને કારણે યુઝર્સને પારાવાર હાલાકિ ભોગવવાનો વારો આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular