ભારતે 200 કરોડ કોવિડ રસીકરણનો ઐતિહાસિક કિર્તીમાન હાંસલ કર્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારત રવિવારે કોવિડ -19 રસીકરણમાં 200 કરોડના ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચી ગયું છે. 16 જાન્યુઆરી, 2021ના ​​રોજ દેશે સામૂહિક રસીકરણ શરૂ કર્યું તેના 18 મહિના પછી આ કિર્તીમાન રચાયો છે. 16 જાન્યુઆરી, 2021ના ​​રોજ, ભારતીય નાગરિકો માટે બે મેડ-ઇન-ઈન્ડિયા રસી – કોવેક્સિન અને કોવિશિલ્ડ – ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
100 કરોડ ડોઝના અગાઉના સીમાચિહ્ન સુધી પહોંચવામાં 277 દિવસ લાગ્યા હતા. ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ, એક જ દિવસમાં સૌથી વધુ 2.5 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
200 કરોડનો ડોઝ આપ્યાના થોડા સમય પછી, પીએમ મોદીએ ટ્વિટ કર્યું: “ભારતે ફરી ઇતિહાસ રચ્યો! 200 કરોડ રસીના ડોઝનો વિશેષ આંકડો પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન. ભારતની રસીકરણ ઝુંબેશને સ્કેલ અને ઝડપમાં અપ્રતિમ બનાવવામાં યોગદાન આપનારાઓ પર ગર્વ છે. આનાથી કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈ મજબૂત બની છે.” આ ઐતિહાસિક કિર્તીમાન પર રાષ્ટ્રને અભિનંદન આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. “ભારતે માત્ર 18 મહિનામાં 200 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ માટે તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન,” માંડવિયાએ ટ્વીટમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ દિવસ હંમેશા માટે યાદ રાખવાનો છે.

“>

ડબ્લ્યુએચઓ દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેતરપાલ સિંહે પણ કોવિડ-19 રસીના 2 અબજ ડોઝ આપવા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે ભારતે એક મોટું સીમાચિહ્ન પાર કર્યું હોવા છતાં, બૂસ્ટર ડોઝ કવરેજ ચિંતાનો વિષય છે. દેશની કુલ વસ્તીના માત્ર 8 ટકા લોકોને અત્યાર સુધીમાં કોવિડ સામે ત્રીજો શોટ મળ્યો છે, એમ સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં જણાવ્યું હતું. શુક્રવારથી લોકોને પ્રોત્સાહિત કરવા માટે સરકારી કેન્દ્રો પર 75 દિવસ સુધી મફત બૂસ્ટર શોટ્સ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ભારત આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, એ નિમિત્તે લોકોને 75 દિવસ સુધી મફત બૂસ્ટર શોટ્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.