સ્વતંત્રતા દિવસની ઉજવણી: અરવલ્લીના મોડાસા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કરી મહત્વની જાહેરાતો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Modasa: હાલ દેશ અને વિદેશમાં વસતા ભારતવાસીઓ 76માં સ્વતંત્રતા દિવસની(Indepence Day) ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી(Aravalli) જિલ્લાના મોડાસા(Modasa) ખાતે થઈ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પેટેલે(Bhupendra Patel) રાષ્ટ્રધ્વજ ફરકાવી ગુજરાતીઓને નામ સંબોધન કર્યું હતું. મુખ્યપ્રધાને આઝાદીના લડવૈયાઓને યાદ કરી કહ્યું- આપણા માટે ગૌરવની વાત કે આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતના બે સપુત મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે કર્યું હતું. ત્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ અને ગુજરાતના નાગરીકો કરી રહ્યા છે. આ તબક્કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત માટે મહત્વની જાહેરાત કરી હતી.

“>

તબક્કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વ પૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 1 જાન્યુઆરી, 2022 થી ૩ ટકાનો વધારો આપવાનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ કર્મચારીઓને આ લાભ મળશે. તારીખ 1 જાન્યુઆરી, 2022 થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો ઑગસ્ટ, 2022 બીજો હપ્તો સેપ્ટેમ્બર 2022 ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.
રાજ્યના બધા જ 250 તાલુકાના 71 લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ 1કિલો ચણા આપવામાં આવશે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ. 10,000/- પ્રતિ માસમાં વધારો કરીને રૂ. 15,000/- કરવામાં આવશે.
રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે.
રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. 367 કરોડના ખર્ચે નવી 1200 BS-6 બસ સેવામાં મુકવામાં આવશે.
રાજ્યના 50 બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે.
એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે 50 બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ ૩ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાશે.
સાથે જ તેમણે જાહેરાત કરી કે, વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.