IND Vs WI T20I: સૂર્યકુમારની તોફાની અડધી સદી વડે ભારતે વેસ્ટઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યુ, શ્રેણીમાં 2-1 થી સરસાઈ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી T20 મેચોની સિરીઝ પર કબજો મેળવવાથી ભારત માત્ર એક કદમ જ દૂર છે. ભારતે ત્રીજી ટી-20 મેચ જીતી લીધી છે. પાંચ મેચની શ્રેણીમાં ભારત હવે 2-1થી આગળ છે. સિરીઝના આરંભમાં ભારતે પહેલી મેચમાં વિજય મેળવ્યો હતો. બીજી મેચ વેસ્ટઇન્ડિઝે જીતી હતી અને હવે ત્રીજી મેચ ભારતે જીતી છે. સિરીઝ પર કબજો કરવા માટે હવે ભારતે બાકી રહેલી બે મેચમાંથી માત્ર એકમાં જ વિજય મેળવવાની જરૂર છે.
વોર્નર પાર્ક, સેન્ટ કિટ્સમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. જવાબમાં 165 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 19.0 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. ઓપનર સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદી અને શ્રેયસ અય્યર સાથેની તેની અડધી સદીની ભાગીદારીને કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી. સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા જ્યારે પાંચ બોલમાં 11 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને ઇજાને કારણે રમતની બહાર નીકળી જવું પડ્યું હતું.
આ જીત સાથે ભારતે પાકિસ્તાનના મોટા રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની 15મી T20 મેચ જીતી લીધી છે. પાકિસ્તાનની ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 21 ટી-20 મેચમાંથી 15માં જીત મેળવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.