વેસ્ટઈંડિઝ સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની થઈ જાહેરા, કિંગ કોહલી સહિત આ ધૂરંધર ખેલાડીઓને અપાયો આરામ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

વેસ્ટઈંડિઝ સામે થનારી ટી-20 સિરીઝમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 29 જુલાઈથી શરૂ થનારી આ પાંચ મેચની સિરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વનડેના નંબર વન બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જોકે, કે. એલ. રાહુલની સર્જરી બાદ ટીમમાં એન્ટ્રી થઈ છે ત્યારે કેપ્ટન્સીની કમાન રોહિત શર્માના હાથમાં સોંપવામાં આવી છે.
લેગ સ્પિનગર યુઝવેન્દ્ર ચહલને સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે તેની જગ્યાએ રવિ બિશ્નોઈને તક આપવામાં આવી છે. રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, કે. એલ. રાહુલ અને કુલદીપને ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.