IND vs WI- 1st T20: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 68 રને હરાવ્યું, દિનેશ કાર્તિક મેન ઑફ ધ મેચ

સ્પોર્ટસ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે ત્રિનિદાદમાં રમાઈ હતી. વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ભારતનો 68 રને વિજય થયો હતો. ભારતની આ જીતમાં દિનેશ કાર્તિકની 19 બોલમાં 41 રનની ઈનિંગ ઘણી મહત્વની હતી. તેણે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેની શાનદાર ઇનિંગ્સને કારણે ભારત 20 ઓવરમાં 190 રન સુધી પહોંચી શક્યું હતું. મુશ્કેલ પીચ પર આ સ્કોર જીતવા માટે પૂરતો હતો. બાદમાં ભારતીય બોલરોએ વિન્ડીઝની ટીમને નિર્ધારિત ઓવર સુધી માત્ર 122 રન બનાવવા દીધા હતા. દિનેશ કાર્તિકને તેની મજબૂત ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝ 122 રન જ કરી શક્યુ હતુ. ભારત તરફથી સૌથી વધુ 2-2 વિકેટ અર્શદિપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈને મળી હતી. ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 64 રન કર્યા હતા. તેણે 44 બોલમાં 64 રન નોંધાવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.