Homeટોપ ન્યૂઝU19 Women's T20 WC: યુએઈ સામે ભારતનો 122 રને વિજય

U19 Women’s T20 WC: યુએઈ સામે ભારતનો 122 રને વિજય

શ્વેતા સહરાવત અને શેફાલી વર્માની તોફાની ઈનિંગને કારણે જીત થઈ
મહિલા અંડર નાઈટીન વર્લ્ડકપમાં ભારત અને યુએઈની વચ્ચે રમાયેલી મેચમાં 122 રને ભારતે વિજય મેળવ્યો હતો. વર્લ્ડકપમાં ભારતીય ટીમે બીજી વખત વિજય મેળવ્યો છે. યુએઈની સામે રમાયેલી મેચમાં પહેલી બોલિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટે 210 રનનો સ્કોર કર્યો હતો, જેમાં કેપ્ટન શેફાલી વર્માએ 78 અને ઓપનર શ્વેતા સહરાવતે નોટઆઉટ હીને 72 રન ફટકાર્યા હતા. એના સિવાય બોલિંગમાં ટિટસ સાધુ, શબનમ, પાર્શ્વી ચોપડા અને મન્નત કશ્યે એક-એક વિકેટ ઝડપી હતી.


219 રનનો ટાર્ગેટ અચીવ કરવામાં યુએઈની ટીમે ઘૂંટણિયે પડી હતી અને પાંચ વિકેટે 97 રન જ બનાવી શકી હતી. યુનાઈટેડ આરબ આમિરાતની ટીમવતીથી રમવા આવેલી તીર્થ સતીશ પાંચ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 16 રને આઉટ થઈ ગઈ હતી ત્યાર બદ સમાયરા ધરણીધરકા પંદર બોલમાં નવ રન, રિનિથા રજિથ આઠ બોલમાં બે રન અને માહિકા ગૌરે 26 બોલમાં 26 રન બનાવીને વિકેટ આપી દીધી હતી.


ટોસ હાર્યા પછી પહેલી બેટિંગમાં આવનારી ભારતીય ટીમે નોંધપાત્ર બેટિંગ કરી હતી, જેમાં શ્વેતા સહરાવતે 49 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા. 151.02ની રનરેટથી 74 રન ફટકાર્યા હતા, જ્યારે કેપ્ટન શેફાલી વર્માએ 34 બોલમાં 229 રનના સ્ટ્રાઈક રેટથી 34 બોલમાં 78 રન બનાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular