…તો વનડેમાં ટીમ ઈન્ડિયા બનશે Number One Team
ઈન્દોરઃ ત્રણ વનડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડની સામે ભારત 2-0થી આગળ છે ત્યારે આવતીકાલે ઈન્દોરમાં ત્રીજી મેચ રમાશે, ત્યારે છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લઈંગ ઈલેવનમાં થોડો ફેરફાર કરી શકાય છે, જ્યારે ભારત સિરીઝ જીતી જાય તો અત્યારથી મીમ્સ વાઈરલ કરવામાં આવ્યા છે.
— Out Of Context Cricket (@GemsOfCricket) January 22, 2023
આવતીકાલની મેચ ટીમ ઈન્ડિયા જીતી જાય તો વનડેમાં નંબર વન બની જશે. આવતીકાલે મંગળવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડની સામે ભારત 3-0ના ક્લિન સ્વીપ કરવાના મક્કમ વિચારથી રમશે.
અલબત્ત, બીજી બાજુ ન્યૂઝીલેન્ડ પણ પોતાની આબરુ બચાવવા માટે દમ લગાવશે. ન્યૂઝીલેન્ડની પાસે પોતાની આબરુ બચાવવાની છેલ્લી મેચ હશે, જ્યારે ભારત જો મેચ જીતી જશે તો આગામી ટવેન્ટી-20 મેચ જીતવા માટે પણ આત્મવિશ્વાસ વધશે. આવતીકાલની મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે મિચેલ સેંટનર રહેશે. ભારતીય ટીમના બોલરમાં ફેરફાર કરી શકાય છે, જેમાં ફાસ્ટ બોલર મહોમ્મદ શામી અને મહોમ્મદ સીરાજને બ્રેક આપી શકાય છે. એટલે રાયપુર મેચના મુખ્ય વિજેતા બોલર શમી અને સીરાજને આરામ આપી શકાય છે.
બેટ્સમેન તરીકે શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પણ રન બનાવવા માટે ઉત્સુક રહેશે. સામે પક્ષે ન્યૂઝીલેન્ડ પહેલી જીત માટે જમીન આસમાન પણ એક કરશે, પરંતુ જો ભારત સિરીઝ જીતી જાય તો ન્યૂઝીલેન્ડના શું હાલ થાય એના અંગે સોમવારે સોશિયલ મીડિયા પર મીમ્સ વાઈરલ થયા હતા.