Homeદેશ વિદેશIND vs NZ: ટવેન્ટી-20 મેચમાં આ યુવા ખેલાડીઓને પર્ફોમ કરવાની તક મળશે

IND vs NZ: ટવેન્ટી-20 મેચમાં આ યુવા ખેલાડીઓને પર્ફોમ કરવાની તક મળશે

રોહિત, કોહલી અને કેએલ રાહુલના બદલે સંજુ સૈમસન, ઈશાન કિશનને મળશે તક

ઓસ્ટ્રેલિયામાં ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપનીની સેમી ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમની શરમજનક હાર પછી શુક્રવારે વેલિંગ્ટન ખાતે ટવેન્ટી-20 સિરીઝની પહેલી મેચમાં ન્યૂ ઝીલેન્ડની સામે ટકરાશે. હાર્દિક પંડયાની આગેવાની હેઠળની શુક્રવારની મેચમાં અનેક યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરવાની તક મળશે, જ્યારે આ મેચ સાથે 2024ના ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપની પણ તૈયારી ચાલુ થશે, એમ વીવી એસ લક્ષ્મણે જણાવ્યું હતું.

ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધની ટવેન્ટી-ટવેન્ટી સીરિઝમાં ટોપ ઓર્ડરમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ શર્મા જેવા ખેલાડીઓની ગેરહાજરીમાં સંજુ સૈમશન, ઈશાન કિશન અને શુભમન ગિલ જેવા યુવા ખેલાડીઓ વરદાન સાબિત થશે. ન્યૂ ઝીલેન્ડ સામેની અગાઉની મેચમાં પણ ઋષભ પંત અને શુભમન ગિલ ઓપનિંગમાં મોકલી શકાય છે.

આ વર્ષે ઇશાન કિશને પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત, ઋષભ પંતને ટોપ ઓર્ડરમાં સારી તક આપી શકાય છે. ઋષભ પંતને ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપ 2022માં શરુઆતની ચાર મેચમાં પ્લેઇંગ ઈલેવનથી બહાર રાખવામાં આવ્યો હતો, કારણ કે ભારતે દિનેશ કાર્તિકને પ્રાથમિકતા આપી હતી, પરંતુ સારું પ્રર્દશન બતાવી શક્યો નહોતો. ઋષભ પંતને લાંબા સમય સુધી ચલાવવા માટે વિચારણા ચાલી રહી છે, પરંતુ જો કિશન અને ગિલ ઓપન કરે છે તો તેને મિડલ ઓર્ડરમાં પણ પર્યાપ્ત સમય મળવો જોઈએ, જ્યારે સૂર્યકુમાર યાદવ અને સંજુ સૈમસન પણ સામેલ થશે.

2021ના વર્લ્ડ કપમાં સુપર 12માં ટૂર્નામેન્ટમાંથી બહાર રહ્યા પછી ભારતીય ટીમે બેટિંગમાં આક્રમક રમત બતાવી હતી, જેમાં તેમને બાયલિટરલ સીરિઝમાં સારું પરિણામ મળ્યું હતું, પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયામાં ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપ 2022 આવ્યો ત્યારે આક્રમક બેટિંગ જોવા મળી નહોતી. ખાસ કરીને પહેલી છ ઓવરમાં તો બોલિંગ અને બેટિંગમાં ઇગ્લેન્ડ સામે ઘૂંટણિયે પડી ગયું હતું, પરિણામે સેમી ફાઈનલમાં હાર્યું હતું.

RELATED ARTICLES

Most Popular