હૈદરાબાદઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સૌથી પહેલી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ લઈને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 350 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારતનો આ રોમાંચક મેચમાં બાર રને વિજય થયો હતો.
છેલ્લી ઓવર ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. બ્રેસવેલે 140 રન (78 બોલ) માર્યા હોવા છતાં અંતમાં ભારતનો 12 રને વિજય થયો હતો, જેથી ત્રણ વનડેની શ્રેણીમાં ભારત 1-0થી આગળ રહ્યું છે. શરુઆત નબળી કર્યા પછી મિડલ ઓર્ડરમાં માઈકલ બ્રેસવેલ અને મિચેલ સેંટનરની શાનદાર પાર્ટનરશિપ નોંધાઈ હતી, જેમાં સેંટનરે 45 બોલમાં 57 રન કર્યા હતા, જ્યારે છેલ્લે સુધી લડનાર બ્રેસવેલની વિકેટ શાર્દુલે લીધી હતી જોકે, મેચ અંત તરફ જઈ રહી હતી ત્યારે સેંટરનરી વિકેટ મહોમ્મદ સીરાજે ઝડપી હતી. 293 રને ન્યૂઝીલેન્ડ સાતમી અને 294 રને આઠમી વિકેટ પણ સીરાજે ઝડપી હતી. એની સાથે સીરાજે ચાર વિકેટ ઝડપી હતી. માઈકલ બ્રેસવેલે શાનદાર સદી ફટકારી હતી, તેનાથી ટીમ ઈન્ડિયાને જીતવા માટે કપરા ચઢાણ ચઢવાની નોબત આવી હતી. બીજી બાજુ ભારતીય બોલરમાં સૌથી મોંઘો બોલર હાર્દિક પંડ્યા રહ્યો હતો, જેમાં પાંચ ઓવરમાં 51 રન આપ્યા હતા, ત્યારબાદ વોંશિગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુર રહ્યા હતા.
એક તબક્કે 30 ઓવરમાં છ વિકેટ ગુમાવ્યા પછી ન્યૂઝીલેન્ડ સરળતાથી હારી જવાનું લાગતું હતું, પરંતુ બંનેની જોડીએ કિવિઓને મજબૂત સ્થિતિમાં લાવ્યા હતા. 30 ઓવરમાં 135 રને છ વિકેટ પડી ગઈ હતી, જેમાં મહોમ્મદ સીરાજ અને કુલદીપ યાદવ બબ્બે વિકેટ ઝડપી હતી. ઉપરાંત, મહોમ્મદ શામી અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી. શરુઆતમાં મજબૂત બોલિંગ કરવાને કારણે ન્યૂઝીલેન્ડે તબક્કાવાર વિકેટો ગુમાવી હતી. ડી. કોનવેની 28 રને પહેલી વિકેટ પડી હતી, ત્યાર બાદ એફ. એલને 70 રને બીજી વિકેટ પડી હતી. 78 રને ત્રીજી, 89 રને ચોથી, 110 રને પાંચમી અને 131 રને છઠ્ઠી વિકેટ પડી હતી. ન્યૂઝીલેન્ડવતીથી સૌથી વધારે રન ફિન એલને 39 બોલમાં 40 રન કર્યા હતા, જ્યારે ટોમ લાથમે 46 બોલમાં 24 રન નોંધાવ્યા હતા.
આજની મેચમાં શુભમન ગીલે શાનદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી,
પરંતુ જે રીતે હાર્દિક પંડ્યાને જે રીતે આઉટ કરવામાં આવ્યો હતો તે ચર્ચાનો વિષય બન્યો છે. 40મી ઓવરમાં હાર્દિક પંડ્યા શોટ મારવા ઈચ્છતો હતો, પરંતુ તે ચૂકી ગયો હતો ત્યારબાદ બોલ વિકેટકિપરના હાથમાં ગયો હતો. ટોમ લેથમને આઉટ કર્યા પછી આઉટ થવાનો નિર્ણય થર્ડ અમ્પાયરે લીધો હતો. જોકે, થર્ડ અમ્પ્યારના નિર્ણયથી પંડ્યાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. ‘Out’ યા ‘Not Out’નો વિવાદ
Was Hardik Pandya really out ??#CricketTwitter looks like keeper gloves hit bells .. pic.twitter.com/2ycbZzCDX4
— Paresh Deshmukh (@PareshD12462540) January 18, 2023
પંડ્યાને આઉટ આપ્યા પછી ચાહકોનું માનવું છે કે તે આઉટ નહોતો, પરંતુ રીતસર અમ્પ્યારે આઉટ કર્યા પછી હાર્દિકને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું. રસપ્રદ વાત એ છે કે હાર્દિક પંડ્યાની પત્ની સ્ટાનકોવિકે અમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર તેના અંગેની નારાજગી વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી.