Homeટોપ ન્યૂઝInd Vs NZ: ગીલની શાનદાર બેટિંગ, કારર્કિદીની ત્રીજી સદી

Ind Vs NZ: ગીલની શાનદાર બેટિંગ, કારર્કિદીની ત્રીજી સદી

હૈદરાબાદઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રણ વનડેની સૌથી પહેલી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં શરુઆતના બેટસમેનોએ નોંધપાત્ર રન કર્યા નહોતા, પરંતુ શુભમન ગીલ નોંધપાત્ર પર્ફોમન્સ કર્યું હતું.
ન્યૂઝીલેન્ડ સામે રોહિત શર્માએ 38 બોલમાં 34 રન કર્યા હતા, જ્યારે વિરાટ કોહલી દસ બોલમાં આઠ રન, ઈશાન કિશન 14 બોલમાં પાંચ રન, સૂર્ય કુમાર યાદવે 26 બોલમાં 31 રન કર્યા હતા. એની સામે શુભમન ગીલ ઝંઝાવાતી બેટિંગ કરીને 87 બોલમાં શાનદાર સેન્ચ્યુરી ફટકારી હતી. 118.28ના સ્ટ્રાઈક રેટથી રમતા 16 ચોગ્ગા અને બે છગ્ગા સાથે સદી પૂરી કરી હતી, જે તેની કેરિયરની ત્રીજી સદી છે.

BCCI

100 રન પૂરા કરવાની પરવા કર્યા વિના 30મી ઓવર (મિચેલ સેન્ટરની ઓવર)માં ગીલે 93 રનના વ્યક્તિગત સ્કોર વખતે સિક્સર મારી હતી, ત્યારબાદ એક રન લઈને 100 રન પૂરા કર્યા હતા. અગાઉ શ્રીલંકા સામેની છેલ્લી વનડે મેચમાં પણ શુભમન ગીલે 97 બોલમાં 116 રન કર્યા હતા, જેમાં તેની કેરિયરની સૌથી ઝડપી સદી હતી. બુધવારની મેચમાં સદી કરવાની સાથે ગીલની આ ત્રીજી સદી છે. શ્રીલંકા સામેની વનડે મેચમાં ગીલનું સુપર પર્ફોમન્સ જોવા મળ્યું હતું, જેમાં એક તબક્કે લાહિરુ કુમારાની ઓવરમાં એક ઓવરમાં 23 રન માર્યા હતા.

BCCI

લખાય છે ત્યારે હાર્દિક પંડ્યા અને શુભમન ગીલ રમતમાં રમી રહ્યા છે. સેકન્ડ સ્પેલમાં ભારતે પહેલી વિકેટ રોહિત શર્માની 60 રનના સ્કોરે ગુમાવી હતી, જ્યારે બીજી વિકેટ 88 રનના સ્કોરે વિરાટ કોહલીની વિકેટ પડી હતી. 110 રનના સ્કોરે ત્રીજી અને ચોથી વિકેટ 175 રનના સ્કોરે પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular