ન્યુઝીલેન્ડ સામેની વન-ડેમાં ભારતની આજની જીત તાજેતરના સમયમાં સૌથી સરળતાથી મળેલી વન-ડે ઇન્ટરનેશનલમાં મેળવેલી જીત હતી. 109 રન ચેઝ કરવાનો ટાર્ગેટ ભારત માટે આસાન હતો અને ભારતના ઓપનરોએ તેને સરળતાથી હાસલ કરી લીધો હતો.. રોહિત શર્મા ખાસ કરીને આજે મૂડમાં દેખાતો હતો તેણે ભીડનું મનોરંજન કરવા માટે આકર્ષક ફિફ્ટી ફટકારી હતી. ગિલ આજે થોડો સંયમિત હતો તેણે અંત સુધી ઘણા સંયમ સાથે બેટિંગ કરી હતી અને બેટ વડે તેના શાનદાર ફોર્મને જાળવીને કેટલાક જબરદસ્ત સ્ટ્રોક રમ્યા હતા. ન્યૂઝીલેન્ડના બોલરોનો વાંક કાઢઈ શકાય એમ નથી કારણ કે તેમની પાસે બોલિંગ કરી વિકેટ લેવા માટે પુરતા રન નહોતા. તેમની એકમાત્ર આશા હતી કે નવા બોલથી પ્રહાર કરવાની હતી પરંતુ તેમ ન થતા ભારતના બેટ્સમેનોએ આસાનીથી ઔપચારિકતાથી મેચ પુર્ણ કરી હતી
રોહિત શર્માએ 51 રન સાથે ભારતના ચેઝને એન્કર કર્યું તેને કારણે ભારતે શનિવારે ન્યૂઝીલેન્ડ સામે સિરીઝની જીત નોંધાવી હતી. શહીદ વીર નારાયણ સિંઘ ક્રિકેટ સ્ટેડિયમ, રાયપુર ખાતે 109 રનના નજીવા લક્ષ્યનો પીછો કરતા, શુભમન ગિલે અણનમ 40 રનની ઇનિંગ રમીને ભારતને 20.1 ઓવરમાંજ જીત સુધી પહોચાડી દીધું હતુ . મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ લીધી હતી, હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરે બે વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી બોલરોના આક્રમણના કારણે ભારતે ન્યુઝીલેન્ડને 108 રનમાં સમેટી દીધું હતું. યજમાન સુકાની રોહિત શર્માએ બીજી વનડેમાં કિવી સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે હવે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. તેઓએ હૈદરાબાદમાં શરૂઆતની રમતમાં 12 રનથી સાંકડી જીત નોંધાવી હતી.