IND vs ENG series: Team India’s massive victory celebration, captain Rohit Sharma showered with champagne
IND vs ENG સિરીઝ: ટીમ ઈન્ડિયાની કરી જીતની જબરદસ્ત ઉજવણી, કેપ્ટન રોહિત શર્મા શેમ્પેઈનથી નવડાવ્યો
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને તેમના ઘરઆંગણે પ્રથમ T20 સિરીઝમાં હરાવ્યું હતું. જે બાદ ઇંગ્લેન્ડની વનડે શ્રેણીમાં પણ હાર થઇ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રવાસની છેલ્લી એટલે કે ત્રીજી ODI રવિવારે (17 જુલાઈ) માન્ચેસ્ટરમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાનો 5 વિકેટે વિજય થયો હતો. WINNERS 🏆🇮🇳 pic.twitter.com/iYu3JSsI5j — Sky Sports Cricket (@SkyCricket) July 17, 2022 “>
મેચ જીત્યા બાદ જ્યારે ટ્રોફી ઉપાડવાનો સમય આવ્યો ત્યારે જશ્નમાં ડૂબેલા ભારતીય ખેલાડીઓએ કેપ્ટન રોહિત શર્મા પર શેમ્પેનનો વરસાદ કર્યો હતો. પોડિયમ પર ત્રીજી વન ડેના હિરો રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ ઘણી જ મસ્તી કરી હતી.
પંત અને પંડ્યા બંનેએ કેપ્ટન રોહિત પર શેમ્પેઈન ઉડાવી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ આ મામલે પાછળ રહ્યો નહોતો. તે એક મોટી બોટલ પણ લાવ્યો અને જોરથી શેમ્પેઈન ઉડાવવા લાગ્યો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ શેમ્પેન બ્લોંગની શરૂઆત સૌથી પહેલા ઓપનર શિખર ધવન અને મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે કરી હતી.
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ઈંગ્લેન્ડની ટીમ 45.5 ઓવરમાં 259 રન જ બનાવી શકી હતી. કેપ્ટન જોસ બટલરે 80 બોલમાં સૌથી વધુ 60 રનની રનની ઇનિંગ રમી હતી. જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 4 અને યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ લીધી હતી.
આ પછી 260 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 42.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 261 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે રિષભ પંતે 113 બોલમાં 125 રનની સદી ફટકારી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 55 બોલમાં 71 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી રીસ ટોપલેએ 3 વિકેટ ઝડપી હતી.