ઢાકાઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસ દરમિયાન ભારતીય ટીમે 10 વિકેટે 314 રન માર્યા હતા. 86.3 ઓવરમાં 3.63 રનની રનરેટથી ભારતીય ટીમે 314 રન કર્યા હતા, જેમાં બાંગ્લાદેશને 83 રનની લીડ આપી હતી.
ભારત સામે પહેલા દિવસે બાંગ્લાદેશે 10 વિકેટે 227 રન બનાવ્યા હતા. ભારતવતીથી ઋષભ પંત અને શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરી હતી, જેમાં બનેએ અનુક્રમે 93 અને 87 રન માર્યા હતા. જોકે, બંને જણ સદી ચૂક્યા હતા, જ્યારે તે બંને સિવાય ટોપ ઓર્ડરના બેટસમેનમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાએ 24 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશવતીથી શાકિબ અલ હસને અને તૈજુલ ઈસ્લામે ચાર-ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે તસ્કીન અહેમદ અને મેહદી હસન એમ બંનેએ એક-એક વિકેટ ઝડપી હતી.