ભારત અને બાંગ્લાદેશની વચ્ચેની બુધવારે સૌથી પહેલી ટેસ્ટ મેચ રમવામાં આવશે ત્યારે ટેસ્ટ ચેમ્પિયનશિપના હિસાબે ટીમ ઇન્ડિયા માટે આ મેચનું સૌથી વધારે મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીની પાસે આ ટેસ્ટ મેચમાં પોતાના નામે રેકોર્ડ બનાવવાની તક છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રમવામાં આવેલી ટેસ્ટ મેચના રેકોર્ડને જોવામાં આવે તો રનના મામલામાં સચિન તેંડુલકર સૌથી આગળ છે, પરંતુ ફક્ત ચાર ટેસ્ટ મેચ રમનારા વિરાટ કોહલીની એક સૌથી મોટી સિદ્ધિના નજીક છે. બાંગ્લાદેશની સામે રમવામાં આવેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 392 રન બનાવ્યા છે. 500 રનની ક્લબમાં સામેલ થવા માટે તેને 108 રનની જરુર છે. જો કોહલીએ રન બનાવ્યા તો વિરાટ કોહલી લિટલ માસ્ટર સચિન તેંડુલકર હાલના કોચ રાહુલ દ્રવિડની ક્લબમાં સામેલ થઈ જશે. અહીં એ જણાવવાનું કે ભારત-બાંગ્લાદેશની વચ્ચે સૌથી વધારે ટેસ્ટ રન બનાવનારા બેટ્સમેનમાં સચિન તેંડુલકરે સાત મેચમાં 820 રન, રાહુલે સાત મેચમાં 560 રન બનાવ્યા છે, જ્યારે ચાર મેચમાં વિરાટ કોહલીએ 392 રન બનાવ્યા છે.
Ind Vs Ban: 500 રનની ક્લબમાં જોડાવવાની વિરાટ કોહલીને તક
RELATED ARTICLES