ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની બીજી મેચમાં પણ ભારતનો પરાભવ થયો હતો. બુધવારે રમાયેલી વન ડે બીજી વન ડેમાં બાંગ્લાદેશે ભારતને પાંચ રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશની ત્રણ મેચની વન ડે સિરીઝમાં બાંગ્લાદેશે બે મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માને મેચની શરૂઆતમાં ફિલ્ડિંગ દરમિયાન ઈજા પહોંચી હતી અને તેની જગ્યાએ શિખર ધવન અને વિરાટ કોહલીએ ઓપનિંગ કરી હતી. બાંગ્લાદેશે 50 ઓવર્સમાં સાત વિકેટના નુકસાને 271 રન બનાવ્યા હતાં. બાંગ્લાદેશના મિરાજે અણનમ 100 રન બનાવ્યા હતાં.
આ સિવાય મહામુદુલ્લાહે 96 બોલમાં 77 રન બનાવ્યા હતાં. ભારત તરફથી શ્રેયસ ઐયર અને અક્ષર પટેલે હાફ સેન્ચુરી મારી હતી અને છેલ્લા ઓવરમાં ઈજાગ્રસ્ત રોહિત શર્માએ 51 રન બનાવ્યા હતાં તેમ છતાં તે ટીમને જીત અપાવી શક્યો નહીં અને ભારતે નવ વિકેટના નુકસાને 50 ઓવરમાં 266 રન બનાવ્યા હતાં.