બીજા દિવસની રમતમાં કુલદીપ યાદવ છવાઈ ગયો
ચટગાંવઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સૌથી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતના મજબૂત પ્રદર્શનને કારણે ભારતની જીત નિર્ધારિત છે હોવાનું જણાઈ રહ્યું છે. બીજા દિવસે બેટિંગ અને બોલિંગમાં કુલદીપ યાદવના જોરદાર પર્ફોર્મન્સને કારણે ભારત જીતભણી આગળ વધ્યું છે. બાંગ્લાદેશે ભારતની સામે પહેલી ટેસ્ટમાં બીજા દિવસે 133 રનમાં આઠ વિકેટ ગુમાવી હતી. બુધવારે મેચ પૂરી થયા પછી મેહદી હસન મિરાજ 16 અને ઈબાદત હુસૈન 13 રન સાથે રમતમાં હતા. બાંગ્લાદેશની ટીમ હજુ પણ ભારતના 404 રનના સ્કોરથી લગભગ 271 રન દૂર પાછળ છે, જ્યારે તેની પાસે ફક્ત બે વિકેટ બચી છે.
ભારતતરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ તથા મહોમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે એક વિકેટ ઉમેશ યાદવે લીધી હતી. બાંગ્લાદેશની ટીમને હજુ પણ બીજા 271 રન પાછળ છે, જેમાં ભારતે પહેલા દાવમાં 404 રન બનાવ્યા હતા. સવારનું સેશન રવિચંદ્રન અશ્વિન (113 બોલમાં બે ચોગ્ગા, બે છગ્ગા) અને કુલદીપ યાદવ (114 બોલમાં 40 રન)ના નામે રહ્યું હતું. બંનેએ જોરદાર બેટિંગ ફોર્મ જાળવતા આઠમી વિકેટમાં 87 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી, જેમાં કુલદીપ યાદવ તેની કેરિયરની શ્રેષ્ઠ ઈનિંગ રમ્યો હતો.