ચાલુ મેચમાં શું ખાવા લાગ્યો વિરાટ કોહલી?

107

અમદાવાદઃ IND VS AUS વચ્ચે હાલમાં અમદાવાદ ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે અને આ સિરીઝની છેલ્લી મેચ અમદાવાદ ખાતે રમાઈ રહી છે. આજની આ મેચ ખૂબ જ સ્પેશિયલ હતી, કારણ કે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયાના વડા પ્રધાન બંને હાજર રહ્યા હતા. હવે આ જ મેચનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ચાલુ ફિલ્ડિંગમાં વિરાટ કોહલી કંઈક ખાતો જોવા મળી રહ્યો છે.
વાઈરલ વીડિયોમાં વિરાટ કોહલી સ્લીપમાં ઊભો છે અને તે ફટાફટ કંઈ ખાતો જોવા મળી રહ્યો છે અને આ વીડિયોને જોઈને લોકો કમેન્ટ કરી રહ્યા છે કે સ્લિપમાં ઊભો રહીને વિરાટ પેટપૂજા કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન લાબુશેન મેદાન પર બેટિંગ કરી રહ્યો હતો. એ સમયે લાબુશેન તેનું ગાર્ડ લઈ રહ્યો હતો, ત્યારે વિરાટ કોહલી સ્લિપમાં ઊભો રહીને કંઈક ખાતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. મહત્ત્વની વાત તો એ છે કે આ સમયે કેમેરાનું ફોકસ લાબુશેન પર હતું, પણ લાબુશેનની પાછળ ઊભો રહેલો વિરાટ પણ ફ્રેમમાં આવી ગયો હતો.
આ વીડિયોમાં વિરાટ કોહલી ખિસ્સામાંથી કંઈક કાઢીને ફટાફટ ખાતો દેખાઈ રહ્યો છે અને વિરાટ પ્રોટીન-એનર્જી બાર ખાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ વિરાટ કોહલી છોલે-ભટૂરે ખાતે જોવા મળ્યો હતો અને એ સમયે પણ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો એવો વાઈરલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!