ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ આવતીકાલે 9 માર્ચથી શરૂ થઈ રહી છે. હાલમાં ભારતીય ટીમ આ શ્રેણીમાં 2-1થી આગળ છે અને હવે નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. અહીં કેવા પ્રકારની પિચ હશે તે અંગે તર્ક વિતર્કો સર્જાયા છે.
અહીં ટીમ ઈન્ડિયા પણ પિચને લઈને મૂંઝવણમાં છે, કારણ કે છેલ્લી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે સ્પિન ફ્રેન્ડલી વિકેટ બનાવવામાં આવી હતી જેમાં બાજી ઉલટી પડી હતી. ભારતીય ટીમને કારમી હાર મળી હતી. બીજી તરફ જો પીચને ઝડપી બોલરો માટે મદદરૂપ બનાવવામાં આવે તો પણ ઓસ્ટ્રેલિયાન ટીમના ફાસ્ટ બોલરોને વધુ ફાયદો મળી શકે છે.
ટીમ ઈન્ડિયાની મૂંઝવણ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે પીચો તૈયાર જોવા મળી રહી છે, જેને ઢાંકીને રાખવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક પિચ કાળી માટીથી બનેલી છે અને બીજી પિચ લાલ માટીથી બનેલી છે. બંને પીચનો વ્યવહાર ઘણો અલગ છે. આમાંથી કઈ પીચ પર મેચ રમાશે, તે હજુ નક્કી થયું નથી.
ભારતમાં હંમેશા સ્પિન ફ્રેન્ડલી પિચ તૈયાર કરવામાં આવે છે. આનું કારણ એ છે કે વિદેશી ખેલાડીઓની સરખામણીમાં ભારતીય બેટ્સમેન સ્પિન ખૂબ જ સારી રીતે રમે છે. ભારતીય ટીમમાં સારા સ્પિન બોલરો છે આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ભલે ઈન્દોરની સ્પિન વિકેટ પર હારી ગઈ હોય, પરંતુ એવું માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ મેચ માટે સ્પિન ટ્રેક જ ઉપલબ્ધ રહેશે.
આ મેદાન પર રમાયેલી છેલ્લી બે ટેસ્ટ મેચમાં સ્પિન-ફ્રેન્ડલી વિકેટ બનવવામાં આવી હતી. અમદાવાદમાં બે વર્ષ પહેલા ઈંગ્લેન્ડ સામે રમાયેલી બંને ટેસ્ટ મેચમાં સ્પિનરોએ એકતરફી વર્ચસ્વ જમાવ્યું હતું. આમાંથી એક ટેસ્ટ બે દિવસમાં અને બીજી ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. બંને મેચમાં ભારતીય ટીમે એકતરફી જીત નોંધાવી હતી.
IND vs AUS: પીચને લઈને ભારતીય ટીમમાં તર્ક-વિતર્કો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે પીચ તૈયાર
RELATED ARTICLES